Lata Mangeshkar:ગુજરાત અને ગુજરાતી ગરબા સાથે અનોખો સબંધ છે.

Lata Mangeshkar

Lata Mangeshkar: ગુજરાતી ગરબા અને લતા મંગેશકર નો અનોખો સબંધ

સ્વર કોકિલા જેના સ્વરમાં જાણે સરસ્વતી દેવી નો વાસ હોય તેવા સુરીલા કંઠ સાથે લતા મંગેશકરે (Lata Mangeshkar) વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી લતા મંગેશકરે (Lata Mangeshkar) 36 ભાષામાં હજારો યાદગાર ગીતો ગાયા છે. અનેકો સિદ્ધિઓ સર કરી હોવા છતાંય સાદગી થી જીવન શોભવ્યું હતું.

લતા મંગેશકરે (Lata Mangeshkar) ને 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.

લતા મંગેશકર અનેકો ગુજરાતી ગરબા પણ ગાયા છે.લતા મંગેશકર (Lata Mangeshkar) નું ગુજરાત અને ગુજરાતી ગરબા સાથે અનોખો સબંધ છે.

Lata Mangeshkar: ગુજરાતી ગરબા અને લતા મંગેશકર

સ્વર કોકિલા જના મુખપર જાણે સરસ્વતી દેવી નો વાસ હોય તેવા સુરીલા કંઠ સાથે લતા મંગેશકરે (Lata Mangeshkar) વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી લતા મંગેશકરે 36 ભાષામાં હજારો યાદગાર ગીતો ગાયા છે.

અનેકો સીધીઓ સર કરી હોવા છતાંય સાદગી થી જીવન શોભવ્યું હતું.લતા મંગેશકરે ને 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. લતા મંગેશકર (Lata Mangeshkar) અનેકો ગુજરાતી ગરબા પણ ગાયા છે.લતા મંગેશ્કર નું ગુજરાત અને ગુજરાતી ગરબા સાથે અનોખો સબંધ છે.

Lata Mangeshkar

Lata Mangeshkar: લતા મંગેશકરનાં (Lata Mangeshkar) માતૃશ્રી સેવંતી મંગેશકર મૂળ ગુજરાતનાં છે. જી હાં એ પ્રમાણે લતા મંગેશકર (Lata Mangeshkar) અડધા ગુજરાતી થયા. લતાજીનાં માતા સેવંતી મંગેશકરનાં પિતા તાપી નદીને કાઠે આવેલાં થાલનેર ગામનાં રહેવાસી હતી. લતા મંગેશકરીની માતા સેવંતી મંગેશકરનાં પિતાનું નામ હરીદાસ રામદાસ લાડ હતું. તે સમયે થાલનેર ગુજરાતમાં આવતું હતું પણ હવે તે મહારાષ્ટ્રનો ભાગ છે. અને તે મુંબઇની નજીક આવેલું છે.

લતા મંગેશકર પર હરીશ ભિમાણી દ્વારા લખવામાં આવેલી એક બૂક પર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બૂકનું નામ છે ‘ઇન સર્ચ ઓફ લતા મંગેશકર’ જે વર્ષ 1995માં રિલીઝ થઇ હતી. આ બૂકમાં ખુદ લતા મંગેશકરે ઘણી વાતોનાં ખુલાસા કર્યા છે જેમાંથી એક છે કે, લતાજીએ તેમની નાની મા પાસેથી ગરબાનું જ્ઞાન મેળવ્યું હતું. અને તે ગાવાની છટા પણ તેમને જ શીખવી હતી.આમ લતા મંગેશકર (Lata Mangeshkar) અને ગુજરાતી ગરબા નો અનોખો સબંધ છે.

Lata Mangeshkar :ઘણાં બધા ગુજરાતી ગરબા ગાઇ ચુક્યા છે લતા મંગેશકર

લતા મંગેશકરે (Lata Mangeshkar) ગુજરાતી ભાષામાં ઘણાં ગીતો ગાયા છે. જેમાં મારા તે ચિત્તનો ચોર મારો સાવરિયો, પાંદડુ લીલુ ને રંગ રાતો..,ના ના નહીં આવું…મેળાનો મને થાક લાગે…, મહેંદી તે વાવી માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે.. દીકરી તે પારકી થાપણ કેવાય… જેવા અનેકો ગીત લતા મંગેશકરે (Lata Mangeshkar) ગયા છે.જેને આજે પણ લોકો યાદ કરે છે.

Lata Mangeshkar : લતા મંગેશકર ના હિટ ગુજરાતી ગીતો

લતા મંગેશકર (Lata Mangeshkar)ના હિટ ગુજરાતી ગીતો  એક અહેવાલ મુજબ લતા પાસે સૌથી પહેલાં ગુજરાતી ગીત સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે ગવડાવ્યું હતું. પહેલું ગીત જિતુભાઇ મહેતા રચિત અમથી અમથી મૂઇ ઓલી માંડવાની જૂઇ હતું. એ રેકર્ડની બીજી બાજુ ભક્ત-કવિ દયારામનું ગીત હાં રે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે હતું. આ રેકર્ડ ધૂમ વેચાઇ હતી.
૧૯૬૦થી ૨૦૦૪ સુધીમાં લતાએ આશરે સાઠ-સિત્તેર ગુજરાતી ગીતો ગાયાં હતાં. એમાંના મોટા ભાગનાં ગુજરાતી ગીતો હિટ થયાં હતાં. એવાં થોડાં ગીતોની ઝલક અત્રે પ્રસ્તુત છે. 

ફિલ્મ મહેંદી રંગ લાગ્યો. ૧૯૬૦ સંગીતકાર અવિનાશ વ્યાસ- આ ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો લતાએ ગાયાં છે. મુહમ્મદ રફી સાથે નયન ચકચૂર છે, મન આતુર છે… ઉપરાંત મન્નાડે સાથે ટાઇટલ ગીત મહેંદી તે વાવી માળવે…, ઘુંઘટે ઢાંક્યું રે એક કોડિયું.., હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા.., મહેન્દ્ર કપૂર સાથે પાંદડું લીલું ને રંગ રાતો,,. ફરી ટાઇટલ ગીત આ વખતે પિનાકિન શાહ સાથે.

ચૂંદડી ને ચોખા ૧૯૬૧ સંગીત અવિનાશ વ્યાસ. લાલ લાલ લાલ લાલ રે માની ચૂંદડીનો રંગ…, અને કોઇ ગોતી  દેજો મારા રામ…

ઘરદીવડી ૧૯૬૧ સંગીત અવિનાશ વ્યાસ. મહેન્દ્ર કપૂર સાથે જા જા રે જા, નહીં ખોલું ઘુંઘટ.. નીંદરડી રે આવ દોડી દોડી… અને ક્યાંથી લાવું દોરો અને ક્યાંથી લાવું સોય…

સત્યવાન સાવિત્રી ૧૯૬૩ સંગીત દિલીપ ધોળકિયા. રંગબેરંગી ચૂંદડીમાં ગોરી ઘેલી થાય…, નયણે નિરાયો ન કદી…,  મુહમ્મદ રફી સાથે ઓ નાહોલિયા રે નેણ પરોવી…, ફરી રફી સાથે આવી રસીલી ચાંદની વનવગડો રેલવાતી…, ઓ રાત દોડે કાં બાવરી…અને એમ તો જવાય ના (ભાગ એક અને બે).

ફિલ્મ અખંડ સૌભાગ્યવતી ૧૯૬૪ સંગીત કલ્યાણજી આણંદજી. મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો.., ટાઇટલ ગીત તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી.. અને સળગે છે સોહાગ સજનવા…

કસુંબીનો રંગ ૧૯૬૫ સંગીત કલ્યાણજી આણંદજી. કુંજલડી રે સંદેશો અમારો હે જઇને વીરાજીને… અને હંસલા હાલો રે હવે મોતીડા નહીં રે મળે…

મેના ગુર્જરી ૧૯૭૫ સંગીત દિલીપ ધોળકિયા. સંગીતકાર દિલીપ ધોળકિયા સાથે અરધી રાતલડીએ મને જગાડી…

વેરનો વારસ ૧૯૭૬ સંગીત અવિનાશ વ્યાસ. આવનારું આવે ક્યાંથી…

જયશ્રી યમુના મહારાણી ૧૯૭૭ સંગીત ચિત્રગુપ્ત.  યમુનાષ્ટક ભાગ એક અને બે.

જનમ જનમના સાથી ૧૯૭૭  સંગીત બપ્પી લાહિરી.  જોઇ જોઇ થાકી દિશાઓ, સાથી મારું મન છે ઉદાસ…

કુળવધૂ ૧૯૭૭ સંગીત કલ્યાણજી આણંદજી. મને ઘેલી ઘેલી જોઇ મને પૂછશે જો કોઇ… અને તારે તે ભરોસે ભવ મૂક્યો મારો…

મોટા ઘરની વહુ ૧૯૭૮ સંગીત અવિનાશ વ્યાસ.  કાનુડા તારી ગોવાલણ…

નારી તું નારાયણી ૧૯૭૮ સંગીત અવિનાશ વ્યાસ. આયો રે આયો રે આયો રે…

લાલવાદી ફૂલવાદી ૧૯૭૯ સંગીત અવિનાશ વ્યાસ. ધરી કંકુ કંકણ પાનેતર…

પારકી થાપણ ૧૯૭૯ સંગીત ગૌરાંગ વ્યાસ. દીકરી તો પારકી થાપણ કહેવાય…

જીવી રબારણ ૧૯૮૦ સંગીત અવિનાશ વ્યાસ. વ્હાલીડા મુને મેલજે ના હવે… અને ઓ અકળ જગતના જંતરનો…

લોહીની સગાઇ ૧૯૮૦ સંગીત અવિનાશ વ્યાસ. કહી દો સૂરજને…

નસીબદાર ૧૯૮૧ સંગીત ગૌરાંગ વ્યાસ. ઓધાજી રે મારા વ્હાલાને વઢી ને કહેજો…

પંખીનો માળો ૧૯૮૧ સંગીત ગૌરાંગ વ્યાસ. ચાંદનીની ચાદર ઓઢી તું યે પોઢી જા…

રાણો કુંવર ૧૯૮૧ સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય. દાદાને આંગણે આંબલો.

આ ઉપરાંત હરીન્દ્ર દવેની રચના એક રજકણ સૂરજ થવાને શમણે પણ લતાના કંઠમાં છે અને લતાએ આ ગીતને પોતાની આગવી હલકથી યાદગાર બનાવ્યું છે.

મેડમ ભીખાઈજી કામા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *