Stock Market: દિવસભરની ખરીદી પછી લાલ નિશાન પર બંધ થયું બજાર, આ કંપનીના શેર સૌથી વધુ તૂટ્યા

Stock Market Closing: સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ શેરબજારમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 37.70 પોઈન્ટ અથવા 0.07 ટકાના ઘટાડા સાથે 57,107.52 ના લેવલ પર બંધ થયો હતો. તે જ સમયે નિફ્ટી પણ 8.90 પોઈન્ટ ઘટીને 17,007.40 ના સ્તરે બંધ થયો છે. આજે સવારે બજારમાં સારી ખરીદી જોવા મળી હતી. દિવસભરના કારોબાર બાદ બજાર લાલ નિશાનમાં બંધ થયું છે.

આજે ઘણા બધા શેરોમાં ખરીદારી થઈ

આજનો ટોપ ગેનર સ્ટોક પાવર ગ્રીડ રહ્યો છે. આ સિવાય ઈન્ડસઈન્ડ બેંક, ડો. રેડ્ડીઝ, એચસીએલ ટેક, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ, રિલાયન્સ, ભારતી એરટેલ, આઈટીસી, એચયુએલ, અલ્ટ્રા કેમિકલ, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, ફિનસર્વ અને એમએન્ડએમના શેરમાં સારી ખરીદી થઈ છે.

ટાટા સ્ટીલના શેર સૌથી વધુ તૂટ્યા

ઘટતા શેરોની યાદીમાં ટાટા સ્ટીલ પ્રથમ સ્થાને છે. તેમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય ટાઈટન, કોટક બેંક, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, મારુતિ, એલટી, એક્સિસ બેંક અને સન ફાર્માના શેર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

ક્યા સેક્ટર્સમાં ખરીદારી જોવા મળી ?

સેક્ટરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો નિફ્ટી બેન્ક, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર પણ ઘટાડા સાથે બંધ થયા છે. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એફએમસીજી, આઈટી અને મીડિયામાં પણ ખરીદારી રહી છે.

કેવી રહી ગ્લોબલ માર્કેટની સ્થિતિ

ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કર્યા બાદ અમેરિકાના બજારોમાં ઘટાડો અટક્યો ન હતો. અમેરિકન માર્કેટ સોમવારે સતત પાંચમા દિવસે તૂટ્યું હતું. ડાઉ જોન્સ 330 પોઈન્ટ ઘટીને 29,261 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નાસ્ડેક 65 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. S&P 500માં પણ 1.03 ટકાનો ઘટાડો નોંધાયો હતો. SGX નિફ્ટીમાં 40 પોઈન્ટનો નજીવો વધારો જોવા મળ્યો હતો. ડાઉ ફ્યુચર્સમાં વધારા સાથે જાપાની બજાર પણ મજબૂત બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *