PM MODI શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા અને જાપાનના PM ફુમિયો કિશીંદા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI)આજે સવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા હતા. જ્યાં તેમણે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના લોકો હાજર હતા. પ્રધાનમંત્રીએ ભારત-જાપાન ભાગીદારીને મજબૂત કરવામાં તેમજ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝનની કલ્પનામાં સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી આબેના યોગદાનની નોંધ લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને જાપાનની મિત્રતાએ વૈશ્વિક પ્રભાવ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્યાઓને ઉકેલવામાં આપણે યોગ્ય ભૂમિકા ભજવી શકીશું. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારનું ફળદાયી આદાન પ્રદાન કર્યું હતું. તેઓએ સંખ્યાબંધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પ્રદેશમાં અને વિવિધ આંતરરાષ્ટ્રીય જૂથો અને સંસ્થાઓમાં સાથે મળીને કામ કરવા તરફ તેમની પ્રતિબદ્ધતાનું નવીકરણ કર્યું.
(PM MODI ) પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધીનમંત્રી શિન્ઝો આબેના અવસાન બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. શિન્ઝો આબેને યાદ કરતાં તેમણે કહ્યું, “આજે દુઃખની આ ઘડીમાં અમે મળી રહ્યા છીએ. પીએમ મોદી જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ટોક્યોના નિપ્પોન બુડોકનમાં ઉપસ્થિત રહ્યા છે. આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં વિશ્વભરના 100થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ ભાગ લીધો હતો.