કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર જિલ્લાના કલોલમાં
બે આધુનિક હોસ્પિટલોનો શિલાન્યાસ અને ભૂમિપૂજન કરાયું હતું ત્યારે આ નિમિત્તે
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, કલોલ વિસ્તારની આ નવીન હોસ્પિટલના ભૂમિપૂજનથી ઔધોગિક વસાહતના અને આસપાસના કામદારો- શ્રમયોગીઓ અને તેમના પરિવારજનોની સાથે કલોલ આસપાસના ગામોના જરૂરિયાતમંદ દર્દીઓની સારવારનો સેવાયજ્ઞ પણ શરૂ થવાનો છે.
તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્ય લગતી કોઇપણ નાની-મોટી સમસ્યા માનવીને ઉદ્દભવે એટલે દવા- દવાખાના- લેબોરેટરી ટેસ્ટના ખર્ચના ખપ્પરમાં ના છૂટકે હોમાવું જ પડે છે. સામાન્ય પરિવાર માટે કોઇપણ બિમારી આર્થિક સંકટ લાવી દે છે. આજે ભૂમિપૂજન થયેલ હોસ્પિટલ આવનારા દિવસોમાં સર્વે સન્તુ નિરામયા સાકાર થશે, તેવો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રમ અને શ્રમિકનું સન્માન કરતાં દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રમ એવ જયતે નો મંત્ર આપ્યો છે, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકાર માત્ર આરોગ્ય સારવાર જ નહિ, બહુવિઘ સમાજ સુરક્ષા આ યોજનાથી કામદારો અને તેના પરિવારજનોને આપે છે. ગરીબ- વંચિત, પીડિત, શોષિત, શ્રમિક, કામદાર સૌના કલ્યાણની ભાવના આ સરકારના મનમાં સાચા અર્થમાં છે, જે વાત આજે ભૂમિપૂજન થયેલ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલ છે. આવી અનેક યોજના થકી અસરકારક- કારગત નિવડે તે કેન્દ્ર સરકારે દેશને બતાવ્યું છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રઘાન દેશના જન જનના આરોગ્યની ચિંતા કરી છે. તે જ રીતે આપણા પનોતા પુત્ર અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે સૌની સુરક્ષા અને સલામતી માટે સમર્પિત નેતા છે. જેમના હૈયે રાષ્ટ્રહિત પ્રાયોરીટી પર રહ્યું છે. કોઇપણ રાજય કે રાષ્ટ્રના ઔધોગિક વિકાસમાં શ્રમશક્તિનું યોગદાન પાયાનું હોય છે. વાયબ્રન્ટ સમિટના માધ્યમથી ઉધોગ-વેપારર રોકાણોના
દ્વાર વિશ્વ ઉધોગકારો, રોકણકારો માટે ખોલી આપ્યા છે. આ સમિટની જવલંત સફળતા અને વર્લ્ડકલાસ ફેસેલિટીઝ, પોલિસી ડ્રીવન સ્ટેટ, ગુડ ગર્વનન્સ, ઝિરો મેન ડેયઝ લોસ, લેબર પીસ આ બધાને કારણે ગુજરાત ઉદ્યોગો-રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. દેશના અન્ય રાજ્યોના શ્રમિકો, કામદારો પણ રોજી-રોટી માટે ગુજરાત આવીને વસ્યા છે અને વડાપ્રધાનશ્રીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કર્યો છે.