ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટી પોતાના પ્રચાર તેજ કરી દીધો છે. ગુજરાતમાં પહેલેથી જ રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ વધી ગયા છે. દરેક પાર્ટી એક પછી એક ચૂંટણી સભા યોજી રહી છે અને રેલીઓ પણ કરી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના જ રહી ગયા હોય ત્યારે રાજકીય પાર્ટી પણ પોતાની રણનીતિમાં વ્યસ્થ થઇ ગઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા હાલ ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે જેનું પ્રતિનિધિત્વ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા કરી રહ્યા છે.
સમાચાર મળી રહ્યા છે કે ભાજપ પણ એક યાત્રા કાઢશે. આ યાત્રાનું નામ ગૌરવ યાત્રા રાખવામાં આવશે. ગુજરાતમાં ભાજપ દ્વારા વધુમાં વધુ સીટ જીતવા માટે ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. જો કે હજુ સુધી આ યાત્રા અંગે કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. સૂત્રોમાંથી માહતી મળી રહી છે કે ભાજપની આ ગૌરવ યાત્રા ગુજરાતના પાંચ અલગ અલગ ઝોન વાઈઝ કાઢવામાં આવશે. આ ગૌરવ યાત્રા આગામી મહિનાની 7મી તારીખના શરુ થશે. ગુજરાતમાં ભાજપની આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રીથી લઈને ગુજરાતના મોટા નેતાઓ હાજર રહેશે.
ગુજરાતમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની દરેક સીટ પર ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રચાર સામે ભાજપની ગૌરવ યાત્રાથી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. ગુજરાતમાં ભાજપ દ્વારા વધુ ને વધુ સીટ જીતવા માટે આ યાત્રાનું આયોજન કરવાં આવ્યું છે. જો કે આ યાત્રાના રૂટની માહિતી આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા સામે ભાજપની આ ગૌરવ યાત્રા કેટલી સફળ રહે છે તે તો સમય જ બતાવશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર તેજ થઇ ગયો છે. કેન્દ્રીય નેતાથી લઈને ગુજરાતના મોટા નેતા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે.