માંડવી નગર પાલિકા ના પાણી પુરવઠા વિભાગ ના કર્મચારીઓ દ્વારા માઈ ભક્તો ની સેવા કરાઈ
નવરાત્રી નિમિતે ગુજરાત સહિત અન્ય રાજ્યો માંથી પદયાત્રીઓ માતા ના મઢ શ્રી આશાપુરા માતાજી ના દર્શન અર્થે કચ્છ પધાર્યા છે.ત્યારે વિવિધ સેવાકીય લોકો દ્વારા પદયાત્રી સેવા કેમ્પો નું આયોજન કરાયું છે.
માંડવી નગર પાલિકા ના પાણી પુરવઠા વિભાગ ના કર્મચારીઓ સાથે મિત્રો દ્વારા કચ્છ ધણિયાણી દેશ દેવી આશાપુરા મા ના દર્શન જતા પદયાત્રી માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રી સેવા કેમ્પમાં ગરમી ને ધ્યાને રાખી ફલેવર સોડા ની સેવા અપાઈ હતી.
પાણી પુરવઠા વિભાગ ના તમામ કર્મચારી સાથી મિત્રો સાથે માંડવી નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ ચેરપર્સન ગીતાબેન પંકજ રાજગોર સહિત ઉપસ્થિત રહી સેવા આપી હતી.