બાંગ્લાદેશ અને આયર્લેન્ડે અબુ ધાબીમાં રમાયેલા ક્વોલિફાયર્સમાં ઝિમ્બાબ્વે અને થાઈલેન્ડને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપ 2023માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ બંને ટીમો ક્વોલિફાય થતાં જ તે 10 ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જે આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ટકરાશે.
મહિલા T20 વર્લ્ડ કપની આઠમી આવૃત્તિ દક્ષિણ આફ્રિકામાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટ અગાઉ આ વર્ષે આયોજિત થવાની હતી, પરંતુ ફિફા વર્લ્ડ કપને કારણે તેને આવતા વર્ષે ખસેડવામાં આવી છે. ICCએ 2020માં આની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
કુલ 8 ટીમો યજમાન દક્ષિણ આફ્રિકા સાથે T20 વર્લ્ડ કપ 2023 માટે આપોઆપ ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે આયર્લેન્ડ અને બાંગ્લાદેશે હવે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જે ટીમો આપોઆપ ક્વોલિફાય થાય છે તેમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે.
ભારત છેલ્લી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું
છેલ્લી વખત ટી-20 વર્લ્ડ કપ 2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાયો હતો. આ ટુર્નામેન્ટની ફાઈનલ સુધી ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી, પરંતુ તે ખિતાબની લડાઈમાં યજમાન ટીમને હરાવવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં 85 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રુપ સ્ટેજમાં કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી. સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, ગ્રુપ સ્ટેજમાં ટોચના સ્થાને રહેવાને કારણે ભારતને ફાઇનલમાં સ્થાન મળ્યુ હતું.
ભારતીય મહિલા ક્રિકેટર દીપ્તિ શર્માએ અંગ્રેજ બેટ્સમેન ચાલોર્ડ ડીનને માંકડિંગ (રન આઉટ) કર્યો જેના વિવાદ પેદા થયો છે. હવે સ્પિનર આર. અશ્વિને દીપ્તિને સપોર્ટ કરતા તેને બોલિંગ હીરો ગણાવી છે. જ્યારે પણ માંકડિંગની વાત થાય છે ત્યારે રવિચંદ્રન અશ્વિન યાદ આવે છે. વર્ષ 2019ની IPL દરમિયાન આર. અશ્વિને જોસ બટલરને માંકડીંગ આઉટ કર્યો હતો.
ભારતીય મહિલા ટીમે ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવી શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી છે. લોર્ડ્સમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાની આ જીતમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દીપ્તિએ પ્રથમ બેટિંગમાં શાનદાર 68 રનની ઇનિંગ રમી હતી, જેના કારણે ભારત 169 રન સુધી પહોંચી શક્યું હતું.