વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાકાલના દર્શન કરશે

વડાપ્રધાન બન્યા પછી 11 ઓક્ટોબરે પહેલી વખત નરેન્દ્ર મોદી મહાકાલના દર્શન કરશે. આ દરમિયાન 700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા મહાકાલ પથને દેશને સમર્પિત કરશે. આ દિવસે લગભગ 5 લાખ ઘરોમાં પ્રસાદની સાથે પુસ્તિકા પણ વિતરિત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈનમાં લગભગ 3 કલાકનો સમય પસાર કરશે. હાલ તેમનો કાર્યક્રમ તો ફાઈનલ નથી થયો, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 11 ઓક્ટોબરે સાંજે સાડા 5 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. સૌથી પહેલા તેઓ બાબા મહાકાલના દર્શન માટે મંદિર જશે. મહાકાલ મંદિર વિસ્તરીકરણના પહેલા ફેઝનું લોકાર્પણ કરશે. આ દરમિયાન સામાન્ય અંધારું થતાં જ આખો મહાકાલ પથ સુંદર લાઈટિંગથી ઝગમગશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજન-અભિષેક પછી લગભગ સાડા 6 વાગ્યે મહાકાલ પથનું લોકાર્પણ કરશે. જનસભાને પણ સંબોધિત કરશે. મહાકાલ પથ પર નંદી ગેટમાં દીપ પ્રજ્જવલ પછી દીવાલો પર અંકિત શિવ-મહિમાને મ્યૂરલને જોશે. PM મોદી કમલ સરોવર સુધી જશે. જે બાદ ઈ-રિક્ષાથી મહાકાલ પથ પર ફરશે. મહાકાલ પથ પર ચાલવા માટે 12 ઈલેક્ટ્રિક ગાડીઓ પણ આવી ગઈ છે.સૂત્રોનું માનવામાં આવે તો સાંજનો કાર્યક્રમ એટલા માટે ફિક્સ કરાયો છે, કેમકે મહાકાલ પથ પર સૌદર્ય મોડી સાંજે લાઈટિંગ પછી વધુ નિખરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *