અમદાવાદ સાઇબર ક્રાઇમે વીજળીનું બિલ બાકી છે. કહીને છેતરપીંડી આચરતા આરોપીની ધરપકડ કરી છે. ત્યારે ઓનલાઈન છેતરપીંડીના માસ્ટર સાવનને પકડવાની પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના ઓનલાઈન છેતરપીંડીના માસ્ટર માઈન્ડ સાવનએ ફરી એકવાર છેતરપીંડીમાં પોતાનો કિમિયો અપનાવ્યો છે. જે અંગેની સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીને વીજળીનું બિલ બાકી છે, કહીને આરોપીએ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા 6 લાખની છેતરપીંડી આચારી હતી.
સાઇબર ક્રાઇમ બ્રાન્ચે સુરતના જીગ્નેશ નાવડીયાની ધરપકડ કરી છે. આરોપીએ માસ્ટર માઈન્ડ સાવનના કહેવાથી છેતરપીંડીના રૂપિયાથી સોનાની ખરીદી કરી હતી. જે છેતરપીંડીના રૂપિયાથી થયેલ ખરીદી અંગે સાઈબર ક્રાઇને માહિતી મળી હતી. અને સાઇબર ક્રાઇમ બ્રાન્ચે જીજ્ઞેશની ધરપકડ કરી હતી. ત્યારે આરોપીઓએ વધુ કોઈ છેતરપીંડીના ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે અંગે મુખ્ય આરોપી સાવનની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે..સાથે જ પકડાયેલ આરોપી જીગ્નેશ ની પૂછપરછ પણ હાથ ધરી છે ત્યારે કેટલા લોકો સાથે છેતરપીંડી આચરી છે તે બહાર આવશે