ભારત વિકાસ પરિષદ માંડવી શાખા દ્વારા રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગિતા નું આયોજન કરાયું
ભારત વિકાસ પરિષદ, કચ્છ-માંડવી શાખા દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય માં રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું
વિવિધ સાત શાળા ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
જેમાં નગર ની કુલ્લ 07 (સાત) શાળા ઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ ના આરંભ માં દિપપ્રાગટય શ્રી કિરીટભાઈ બારોટ, શ્રી હિરજીભાઈ કારાણી, શ્રી ધર્મેશભાઈ જોષી, શ્રી કૈલાસ ઓઝા, એડ. દિપક સોની, કિશોર દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વંદે માતરમ્ હાજર રહેલા સૌ એ પોતાની જગ્યા એ ઉભા થઈ ને ગાયું હતું.
આ પ્રતિયોગિતા માં ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કુલ પ્રથમ સ્થાન તેમજ સરસ્વતી વિદ્યામંદિર (ગ્રુપ-એ) દ્વિતિય સ્થાને રહ્યા હતા.
આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન શ્રી કિરીટભાઈ બારોટ રહ્યા હતા. શ્રી હિરજીભાઈ કારાણી, શ્રી કૈલાસ ઓઝા, એડવોકેટ દિપક સોની, ધર્મેશભાઈ જોષી, શિશુ વાટિકા ના ગીતાબા મંચસ્થ રહ્યા હતા.
નિર્ણાયક તરીકે શ્રી હેમલ શાહ તથા શ્રી મહેશ દવે રહ્યા હતા.એડ.દિપક સોની એ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી કિરીટભાઈ બારોટે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. સંસ્થા ના પ્રમુખ શ્રી કૈલાસ ઓઝા તથા કાર્યક્રમ ના સંયોજક શ્રી કિશોર દરજી એ દેશભક્તિ ના ગીત રજુ કર્યા હતા. કાર્યક્રમ નું સંચાલન સહસંયોજક શ્રી હિતેશ સોમૈયા એ કર્યું હતું. શ્રી ડી.કે.પંચાલ, અરવિંદ જેઠવા, એડવોકેટ મહેશ ઓઝા, નીતિન ચાવડા, ડેનીશ ગોગરી, રાજેશ કષ્ટા, કમલગર ગોસ્વામી, રમેશ સચદે, વિભાબેન ઓઝા, માનસી સોમૈયા, જાહનવી સોમૈયા હાજર રહ્યા હતા.
સરસ્વતી વિધ્યામંદિર, ગ્લોબલ વિઝન ઈન્ટરનેશનલ, ત્રણટુકર હાઈસ્કુલ, જી.ટી. હાઈસ્કુલ, જૈનનુતન પ્રા. શાળા તથા શ્રી રામકૃષ્ણ મહાશાળા ના વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સરસ્વતી વિધાયલય તથા શિશુ વાટિકા ના આચાર્યો તથા સ્ટાફ સમુદાય એ સુંદર રીતે કામગીરી બજાવી હતી.