આમ આદમી પાર્ટી ના નેતા કૈલાશ દાન ગઢવીએ લોક પ્રશ્નો ને વાચા આપી, જન સંપર્ક કર્યો
આમ આદમી પાર્ટી ના માંડવી મુન્દ્રા ધારાસભ્ય સીટના દાવેદાર કૈલાસ દાન ગઢવી ગામો ગામ ફરી આમ લોકોને મળ્યા હતા અને લોકોની સમસ્યા, પ્રશ્નો સાંભળ્યા હતા.
કૈલાસદાન ભાઈ ગઢવી માંડવી શહેરના બાબાવાડી વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ સફાઈ અંગે લોકોની ફરિયાદ ને વાચા આપી હતી અને માંડવી નગરપાલિકા સફાઈ કામ ત્વરિત પૂરું કરે તેવી અપીલ કરી હતી.
ભુજપર- જબલપુર ગામે પટેલ પરિવાર સાથે કૈલાશ દાન ભાઈએ સંવાદ કર્યો હતો ખેડૂતોને લગતા પ્રશ્નો અને અન્ય ગ્રામ્ય સમસ્યાઓ પર ચર્ચાઓ કરી હતી, પટેલ ભાઈઓ દ્વારા કૈલાશ દાન ભાઈ ગઢવીને વધાવી લેવાયા હતા અને આવકાર અપાયો હતો
જામથડા ગામની મુલાકાત વેળાએ આમ આદમી પાર્ટીના સિદ્ધાંતોથી પ્રેરાઇ જીવરાજભાઈ ચાવડા કૈલાશ દાનભાઈ ગઢવી ના હાથે ખેસ પહેરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જામથડા ગ્રામજનો એ કૈલાશદાન ગઢવી ને સાલ ઓઢાડી આવકાર્ય હતા અને સમર્થન આપ્યું હતું.
ગ્રામજનો સાથે સંવાદ કરતા સ્થાનિક સમસ્યાઓનો તાગ મેળવી તેને હલ કરવા કટિબદ્ધતા બતાવી હતી આવનારા સમયમાં માંડવી મુન્દ્રા સીટ પર પરિવર્તન લાવવા લોકોને અપીલ કરી હતી.
કૈલાસદાન ગઢવી , અભાભાઈ મેઘરાજ ગઢવી સાથે આમ આદમી પાર્ટી ની ટીમ આ લોકસંપર્ક માં સાથે રહી હતી..