એસેસમેન્ટ યર 2022-23 (નાણાકીય વર્ષ 2021-22) માટે મોડું રિટર્ન 31 ડિસેમ્બર 2022 સુધીમાં ફાઇલ કરી શકાય છે. તમને ખબર હશે કે ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) આઈટીઆર ફાઈલ કરવાનો છેલ્લો દિવસ 31મી જુલાઈ હતો. કેટલાક કરદાતાઓ એવા છે જે હજુ પણ દંડ વિના રિટર્ન ફાઇલ કરી શકે છે.
નહીં ચુકવવુ પડે દંડ
આવકવેરા વિભાગની વેબસાઇટ મુજબ જે લોકોના ખાતાઓનું ઓડિટ કરવાનું બાકી છે તેઓ 31 ઓક્ટોબર 2022 સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે. જો કોઈ કોર્પોરેટ-એસેમ્બલી એસેસીએ અથવા નોન-કોર્પોરેટ એસેસીએ જેમના ખાતાઓનું ઓડિટ કરવાનું છે તેણે નાણાકીય વર્ષ 2021-22માં કોઈ આંતરરાષ્ટ્રીય અથવા ચોક્કસ સ્થાનિક વ્યવહારો કર્યા નથી, તો તેઓ 31 ઓક્ટોબર 2022 સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે.
ફર્મના પાર્ટનરને છૂટ
ઉલ્લેખનીય છે કે જે પેઢીના એકાઉન્ટનું ઓડિટ થવાનું છે અથવા એવા પાર્ટનર કે જેમને કલમ 5A ની જોગવાઈઓ લાગુ પડે છે તેમના પાર્ટનર માટે રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2022 છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કલમ 5-A એવી વ્યક્તિઓને લાગુ પડે છે જેઓ પોર્ટુગલ સિવિલ કોડ હેઠળ આવે છે અને આ કોડ માત્ર ગોવા, દમણ અને દીવ અને દાદરા-નગર હવેલીમાં જ લાગુ છે.
આટલો છે દંડ
ઇનકમ ટેક્સ એક્ટ (Income Tax Act) ના સેક્શન 234-F હેઠળ ITR મોડું સબમિટ કરવા બદલ 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આ સાથે પેનલ્ટી પણ ચુકવવી પડશે. બીજી તરફ જો કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો દંડની રકમ 1000 રૂપિયા છે.
આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
- રિફંડમાં કોઈ સમસ્યા ન થાય, તેના માટે બેંક એકાઉન્ટની ડિટેલ્સ યોગ્ય રીતે ભરો અને તે પ્રી-વેલિડેટ હોવી જોઈએ
- ફોર્મ 25એએસ, એઆઈસી/ટીઆઈએસને સરભર કરવુ જરૂરી છે
- કોઈ કેરી ફોરવર્ડ લોસ માટે ગત વર્ષના આઈટીઆર ફોર્મને જરૂર ચેક કરી લેવુ
- જૂના અને નવા ટેક્સ સિસ્ટમમાં તમારા કેસમાં શું બરોબર છે, તેની સરખામણી જરૂર કરી લેવી
- આઈટીઆર ફાઈલ કર્યા પછીના 120 દિવસોની અંદર તેને જરૂર ઈ વેરિફાઈ કરાવી લો, કારણ કે આમ ન કરવા પર ફાઈલિંગ માન્ય નથી
- તમારી આવક અનુસાર યોગ્ય ITR ફોર્મ પસંદ કરો જેથી કરીને તમને ખોટા રિટર્નની નોટિસ ન મળે.