ઉત્તર ગુજરાતમાં બીજેપી પાટણ વિધાનસભા-લોકસભા પર ફોકસ, કાલથી કેન્દ્રીય મંત્રીની મેરેથોન બેઠકોનો ધમધમાટ પાટણમાં શરૂ

આવતી કાલે પાટણમાં ચૂંટણી લક્ષી બેઠક વિધાનસભા બેઠકની સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને ગત ચૂંટણી ભાજપને આ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણ એ મહત્વની બેઠક અને સેન્ટરની બેઠક માનવામાં આવે છે જે અન્ય વિસ્તારોને પણ પ્રભાવિત કરી શકે છે. ત્યારે બીજેપી માટે નબળી પૂરવાર થઈ રહેલી આ બેઠક જીતવા માટેનો નિર્ધાર બીજેપી કરી રહી છે. જે હેતુથી આવતી કાલથી પીયૂષ ગોયલ કેન્દ્રીય મંત્રીનો બે દિવસનો પ્રવાસ રહેશે. આવતી કાલથી બે દિવસ દરમિયાન પીયૂષ ગોયલ મેરેથોન બેઠકોની અંદર જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ, સંઘના આગેવાનો સાથે મુલાકાત અને બેઠક કરશે. પીયૂષ ગોયલ આજથી ત્રણ દિવસના પ્રવાસે છે જેમાં બે દિવસ તેઓ પાટણમાં વિતાવશે. જેથી મહત્વનો તેમનો ઉત્તર ગુજરાત પાટણનો પ્રવાસ છે.


ખાસ કરીને બીજેપી માટે ગુજરાતમાં પાંચ લોકસભા એવી છે કે, જે બેઠકો બીજેપીને આજ સુધી ફળી નથી. બીજેપી દ્વારા માઈનસ વિધાનસભામાં પાટણનો બેઠકનો પણ સમાવેશ થાય છે. પાટણ બેઠક કબ્જે કરવાના હેતુસર મહત્વની બેઠકો યોજાશે. ખાસ કરીને આ પાંચમાં પાટણ સિવાય દાહોદ, જૂનાગઢ, આણંદ, બારડોલીનો પણ સમાવેશ થાય છે.


 
આ વખતે લોકસભાની બેઠકોને મજબૂૂત કરવા માટે આ નિર્ધાર કરાયો છે. કેન્દ્રીય મંત્રીના પ્રવાસની જો વાત કરવામાં આવે તો સંગઠનાત્મક કાર્યક્રમો ઉપરાંત લાબાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભોના વિતરણ કરાશે. મહિલા મોરચા સાથે પણ બેઠક કરશે, સંઘના સિધી ચૂંટણીના મેદાનમાં હોદ્દેદારો સાથે અલગલ બેઠકો તેઓ કરશે.
10 વાગ્યાથી કમલમ ખાતે જિલ્લા હોદ્દેદારો સાથે તેઓ બેઠક કરશે. નગરપાલિકાના હોદ્દેદારો, ધારાસભ્યો, શહેરના નાગરીકોને મળીને પણ કેટલાક પ્રશ્નોને તેઓ બારીકાઈથી જાણશે. 22 તારીખે બીજા દિવસે સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે બેઠક કરશે, વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા પણ કરવામાં આવશે. આજુ બાજુના વિસ્તારના ધારાસભ્યો સંસદસભ્યો સાથે પણ વિશેષ મુલાકાત તેમની રહેશે. ઉત્તર ગુજરાતને મજબૂત કરવા સંગઠનાત્મક કાર્યક્રમ પીયૂષ ગોયેલનો ગોઠવવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *