ભાવનગર ચાર માસ ની માસુમ બાળકીને શ્વાન ઉઠાવી ગયા બાદ મોત
ભાવનગર ચાર માસ ની માસુમ બાળકીને શ્વાન ઉઠાવી ગયા બાદ મોત
ભાવનગર શહેરનાં ચિત્રા મહાલક્ષ્મી સોસાયટીમાં ફળિયામાં રાખેલાં ઘોડીયામાં સુતેલી ચાર માસની બાળકી ને શ્વાનો એ ફાડી ખાતા બાળકીને ગંભીર હાલતે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું.
શહેરનાં ચિત્રા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટી-૨માં રહેતા અને કડીયા બેલદારી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હિંમતભાઈ વાલજીભાઈ ભાલીયા સવારે ક્રમ પ્રમાણે તેમના કામે ગયા હતા અને પત્ની તેમની ચાર માસની માસૂમ પુત્રી કાવ્યાને ફળિયામાં રહેલાં ઘોડીયામાં સુવડાવી કપડા ધોવા ગયા હતા ત્યારે, શેરીમાં રખડતાં બે શ્વાનો ત્યાં ધસી આવ્યા હતા અને માસૂમ બાળકીને ઢસડીને લઈ ગયા હતા. બન્ને શ્વાને બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી નાંખી હતી. જો કે, હિંમતભાઈનાં ભાભી આવી જતાં તેમને શ્વાનનાં મોં માંથી બાળકીને બચાવી ગંભીર અને લોહીયાળ હાલતે સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં સારવારમાં માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવના પગલે વિસ્તારમાં અરેરાટી સાથે આધાત છવાયો હતો.
ચાર માસની બાળકીને રખડતો શ્વાન મોઢામાં લઈ ભાગ્યું
શહેરનાં ચિત્રા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટીનાં એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક ચાર માસની બાળકીને રખડતો શ્વાન મોઢામાં લઈ ભાગ્યું હતું પરંતુ ઘરમાં હાજર મહિલાએ જોઈ લેતે બાળકીને શ્વાન પાસેથી મુકાવી બાઈક પર સરકારી હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. ચિત્રા મહાલક્ષ્મી સોસાયટી નં.૨ માં રહેતા હિંમતભાઈ વાલજીભાઈ ભાલિયાનો પરિવાર રહે છે. આજે સવારે પરિવારનાં સૌ કોઈ સભ્યો નિત્યક્રમ પ્રમાણે પોતાનાં કામે ગયા હતા અને સવારે ૧૦ વાગ્યાનાં અરસામાં હિંમતભાઈની ચાર મહિનાની દિકરી કાવ્યા ઘોડિયામાં સુઈ રહી હતી. જ્યારે ઘરમાં હિંમતભાઈનાં પત્નિ હાજર હતા. જેઓ ઘરની પાછળ કપડા ધોઈ રહ્યાં હતા. જ્યારે તેમના ભાભી ઘરે હતા અને શેરી સુધી બાળકોને સ્કુલ બસ સુધી મુકવા ગયા હતા. આ સમયે એક રખડતા શ્વાનોએ હિંમતભાઈનાં ઘરમાં આવી ૪ મહિનાની બાળકી કાવ્યાને માથાના ભાગેથી મોં વડે ઉપાડી જતો હતો ત્યાં તેમના ભાભીએ જોઈ લેતા તેમણે બુમાબુમ કરી બાળકીને છોડાવી હતી. કુતરાના દાંત વાગવાથી બાળકીને ઈજાઓ પહોંચી હતી. આ અંગે પાડોશીઓને જાણ થતાં પાડોશમાં રહેતા લોકોએ તાત્કાલિક બાઈક પર બાળકી કાવ્યાને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરનાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. હિંમતભાઈને સંતાનમાં જેનીલ નામનો એક દિકરો છે. જે બાદ ગત તા.૧૩/૦૩/૨૦૦૨ નાં રોજ તેમનાં ઘરે દિકરી કાવ્યા નો જન્મ થયો હતો.
શહેરમાં શ્વાનો કરડવાનાં દૈનિક બનાવો બની રહ્યા છે,
સર.ટી.હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં ઈન્જેકશન માટે ભોગગ્રસ્ત લોકો ધક્કા ખાઈ રહ્યા છે, રસ્તા પર નિકળતા વાહન ચાલકોની પાછળ શ્વાનો દૌટ મૂકે છે અનેક લોકોના પગની પિંડી લોહિલૂહાણ કરે છે. દોડીને હોસ્પિટલ જવું પડે છે. ત્યારે કુતરાનાં નિયંત્રણ માટે ખસીકરણ એક માત્ર વિકલ્પ છે. શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં રખડતા શ્વાનોના ત્રાસથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાવનગર શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં રખડતા શ્વાનો કરડવાનાં દૈનિક બનાવો થી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે, કુતરાની વસ્તી નિયંત્રણ કરવા મહાનગર પાલિકા દ્વારા ખસીકરણ માટે કોન્ટ્રાકટ અપાયો છે, જેમાં ૮૦૦૦ શ્વાનને ખસીકરણ કર્યા બાદ હજુ બીજા ૨ હજાર શ્વાનનું ખસીકરણ કરાશે. અત્યાર સુધી એક શ્વાન દિઠ રૂ.૯૮૦/- રૂપિયા મહાપાલિકા ચૂકવતી હતી, જે હવે શ્વાન દિઠ રૂ.૧૦૨૯/- ખર્ચ થશે. શહેરમાં શ્વાન કરડવાના દૈનિક બનાવો બની રહ્યા છે, સર ટી. હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં ઈન્જેકશન માટે ભોગગ્રસ્ત લોકો ધક્કા ખાઈ રહ્યા છે, રસ્તા પર નિકળતા વાહન ચાલકોની પાછળ કુંતરા દૌટ મૂકે છે. અનેક લોકોના પગની પિંડી લોહિલૂહાણ કરે છે. દોડીને હોસ્પિટલ જવું પડે છે. ત્યારે કુતરાનાં નિયંત્રણ માટે ખસીકરણ એક માત્ર વિકલ્પ છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦ હજાર શ્વાનોને ખસીકરણ માટે ખાનગી કોન્ટ્રાકટ અપાયો હતો, જેથી અત્યાર સુધીમાં ૮૦૦૦ શ્વાનને ખસીકરણ કરાયું છે, જેની પાછળનો કુલ રૂપિયા ૫૫,૦૦,૦૦૦/- ખર્ચ થયો છે, પરંતુ હજુ પણ બીજા ૫૦૦૦ શ્વાનોનું ખસીકરણ કરવા માટે એની એ જ એજન્સીને કામ સોંપવામાં અવતા ૫ ટકા ભાવ વધારો માંગ્યો છે, જેથી હવે પછી એક શ્વાન દિઠ રૂપિયા ૧૦૨૯/- ખર્ચ થશે. જેને આગામી સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા વિચારણાનાં અંતે બહાલી આપવામાં આવશે. એટલે વધુ ૫૦૦૦ શ્વાનોનાં ખસીકરણ માટે રૂપિયા ૫૧,૪૫,૦૦૦/- ખર્ચ મહાનગર પાલિકા ચૂકવશે