માંડવી ભુજ હાઇવે પર પાણી ભરાતા નગરસેવક વિશાલ ઠકકર ની ટીમ ની સરાહનીય કામગીરી કામગીરી
માંડવી તાલુકા માં મેઘરાજા મન મૂકીને વર્ષ્યા છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે માંડવી ભુજ હાઇવે પર વરસાદી પાણી ભરાવાથી લોકો ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
નીલકંઠ નગર પાસે રિલાયન્સ પમ્પથી જનકલ્યાણ હોસ્પિટલ સુધી ટ્રાફિકની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક ને હળવો કરવા તેમજ લોકોને અગવડ ન પડે તે હેતુથી વોર્ડ નંબર ચારના નગરસેવક અને બાંધકામ સમિતીના ચેરમેન વિશાલભાઈ ઠક્કર તેમની ટીમ અને સ્થાનિક યુવાનો એ જહેમત ઉઠાવી ટ્રાફિક ક્લીયર કરાવ્યું હતું.
લાંબી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ વાહન પણ અટવાયું હતું
આ લાંબી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ વાહન પણ અટવાયું હતું અને ચાલુ વરસાદમાં બાઈક ચાલકો ને પણ ભારે મુશ્કેલી વેઠવવી પડી હતી ત્યારે માંડવી નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન વિશાલભાઈ ઠક્કર તેમજ નીલકંઠ નગરના સેવાભાવી યુવાનો દોડી જઈ લોકોની વહારે આવ્યા હતા ચાલુ વરસાદે અટવાયેલા વાહનો ને ટ્રાફિકમાંથી બહાર કાઢવા લોકોની વાહરે આવેલા વિશાલભાઇ ઠક્કર એ સાચી માનવતા મહેકાવી હતી.
વિશાલભાઇ ઠક્કર ટીમે એ સાચી માનવતા મહેકાવી
આ કાર્ય સેવા કાર્ય માં કિશોરભાઈ માલમ, મેહુલભાઈ સોની, રોબીનભાઈ ઠક્કર, હેમંતભાઈ સાધુ, વેલુભા ઝાલા, જાદુભાઈ પટેલ, સુરેશ સંગાર, પુનિત રાજગોર, કૃણાલ પંડ્યા, રામ ગઢવી, રામ જોશી, કિરણ રાજગોર, રોનક સોની, નરેન્દ્રસિંહ જાડેજા, અશોક સંઘાર, રાજ ગઢવી, જેનીલ સોની, સંદીપ પટેલ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
GOOD AND GREAT WORK