BHAVNAGAR : તળાજામાં શેત્રુંજી નદીના પુલ પાસે પીકઅપ અને ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત
ભાવનગરના તળાજામાં તળાજાથી ભાવનગર હાઈવે પર આવતા શેત્રુંજી નદીના પુલ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. પીકઅપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અકસ્માત બાદ ટ્રક પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતનો બનાવ બનતા 108 ની અને પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.