આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા મોદી સરકાર દરેક ઘરે તિરંગા અભિયાનની શરૂઆત કરવા જઇ રહી છે. આ અભિયાન હેઠળ દરેક દેશવાસીને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ વખતનો સ્વતંત્રતા દિવસ કઈક ખાસ અંદાજમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે કેન્દ્ર સરકાર 15 ઓગષ્ટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવાની છે, આ પહેલ દેશને સ્વતંત્ર થયાને 75 વર્ષ થયા અને આ વખતે સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે, જે હેઠળ આ અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે.
તિરંગા અભિયાનનુ આયોજન 11 ઓગષ્ટથી શરૂ થશે
હાલમાં દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે. એવામાં સરકાર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ પર ઉજવણી કરાવવા માટે પ્રેરિત કરી રહી છે. દરેક ઘરે તિરંગા અભિયાનનુ આયોજન 11 ઓગષ્ટથી શરૂ થશે અને 17 ઓગષ્ટ સુધી ચાલશે. જો કે, આ અભિયાનને આ મહિનામાં લોન્ચ કરી દેવામાં આવશે. જેના લોન્ચ થયા બાદ દેશમાં દરેક ઘરે તિરંગો ફરકાવવા માટે દેશવાસીઓને પ્રેરિત કરવામાં આવશે.
તિરંગાની આન, બાન અને શાન માટે સમર્પિત થશે અભિયાન
આ અભિયાન અંગે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સેક્રેટરી ગોવિંદ મોહને જણાવ્યું કે આ અભિયાન પોતાના તિરંગાની આન, બાન અને શાનને સમર્પિત થશે. આ દરેક દેશવાસીને દેશ નિર્માણમાં તેના યોગદાન પ્રત્યે પ્રતિબદ્ધતા અને જુસ્સાને બતાવવાની એક તક હશે. સરકારનુ માનવુ છે કે તિરંગાની સાથે નાગરિકોનો સંબંધ અંગત હોવાના બદલે હંમેશા ઔપચારિક અને સંસ્થાગત રહ્યો છે, પરંતુ 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસરે પોતાના ઘરમાં લગાવીને તિરંગા સાથેનો ખાનગી લગાવ મહેસૂસ કરી શકશો.