AHMEDABAD : આજે જગન્નાથ મંદિરમાં રથપૂજન થશે
આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બળદેવજીના ત્રણેય રથનું પૂજન કરવામાં આવશે. અખાત્રીજ સાથે રથયાત્રાની તૈયારીનો પ્રારંભ થઇ જતો હોય છે. કોરોના હવે નિયંત્રણમાં આવી ગયો છે ત્યારે આ વખતે 1 જુલાઇએ ભક્તો સાથે રથયાત્રા યોજવામાં આવી શકે છે. છેલ્લા બે વર્ષથી ભક્તો વિના જ રથયાત્રા યોજાઇ છે. પરંતુ આ વખતે પારંપરિક અને ભવ્ય રીતે ભગવાન જગન્નાથની નગરચર્યા યોજવામાં આવશે તેવો ભક્તોને આશાવાદ છે.