Gujarat : શિક્ષણ વિભાગનો મોટો નિર્ણયઃ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું ફરી માસ પ્રમોશન, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત
Gujarat : કોરોનાની સ્થિતિને કારણે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.
Gujarat : ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન, સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના માસ પ્રમોશન આપવાનો શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
Gujarat :શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ માસ પ્રમોશન અંગે કરી જાહેરાત
વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇને વર્ષ 2022-23માં લેવાયેલા વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે માસ પ્રમોશન આપવા અંગેના 21/9/2019ના જાહેરનામાના અમને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે. આ નિર્ણયના કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. પ્રથામિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત(વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામથી અસર વિદ્યાર્થીઓના માસપ્રમોશન પર લાગુ કરવાની રહેશે નહીં.