ગુજકેટની પરીક્ષા ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરાયો, 9 ફેબ્રુઆરી સુધી ફોર્મ અને ફી ભરી શકાશે

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા સાથે ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ અને ફી ભરવાની હોય છે. આ ફોર્મ ભરવાની મુદ્દત 5 ફેબ્રુઆરી સુધી આપવામાં આવી હતી, પરંતુ હજુ અનેક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હતા જેથી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દત વધારીને 9 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી છે.
ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા A, B અને AB ગ્રુપના 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. જે માટેના ફોર્મ www. gseb org. પર ભરવાનું હોય છે સાથે 300 રૂપિયા પરીક્ષા ફી ઓનલાઇન જ ભરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *