અમદાવાદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે 31 જાન્યુઆરી સુધી I-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

અમદાવાદ જિલ્લાના બગાયતદાર ખેડૂતો માટે સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા 31 જાન્યુઆરી 2022 સુધી આઈ. ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે ખાનગી ઇન્ટરનેટ માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 
અરજી કર્યા બાદ, અરજીની પ્રિન્ટ તથા જરૂરી દસ્તાવેજો સહિતના કાગળો અમદાવાદ-વસ્ત્રાપુર ખાતે બાગાયત નિયામકશ્રીની કચેરીમાં દિન સાતમાં જમા કરાવાના રહેશે. ખેડૂતોના હિતમાં ખુલ્લા મુકવામાં આવેલા આ પોર્ટલ દ્વારા ખેડૂતોને બાગાયતી પાકો સંદર્ભે મળવાપાત્ર સહાય અને મદદ મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *