મિલિટરી ઇન્ટેલીજન્સના ઇનપુટ પરથી સસ્તા સોનાના નામે ઠગાઈ થાય તે પૂર્વે એલસીબીએ દરોડો પાડી મકાનમાંથી 39,450ની નોટ, સોનાનું પાણી ચડાવેલા 15 બિસ્કિટો કબજે કર્યા
રાજસ્થાનના કેટલાક લોકોને સસ્તા સોનાના નામે છેતરવાની પેરવી ભુજની ઠગ ટોળકી કરી રહી હોવાની મિલેટ્રી ઇન્ટેલીજન્સમાંથી પશ્ચિમ કચ્છ પોલીસને બાતમી મળતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ એરપોર્ટર રોડ પર ગાંધીનગરમાં રહેતો અને કચ્છનો કુખ્યાત ઠગ દિલાવર કકલના મકાનમાં છાપો માર્યો હતો…પોલીસ રેડ દરમિયાન ઠગ ટોળકીની મહિલા સહિતનાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. એલસીબીએ એક મહિલા સહિત પાંચ ઠગોને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી બોગસ નોટના 69 બંડલો, સોનાના પાણી ચડાવેલ 15 નંગ બિસ્કીટો, ભારતીય બનાવટની અસલી નોટ રૂપિયા 39,450 તેમજ કાર, જીપ, મોબાઇલો નંગ 8 સહિત 18,19,650ના મુદામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ તળે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.