ભારતમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા નિર્ણય લેવાયો છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સીરીઝ હવે માત્ર 2 જગ્યાએ રમાશે, જેમા 3 મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.
દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્રીજી લહેર હાલ પીક પર પહોચી ગઈ છે. જેમા રોજના હવે મોટી સંખ્યામાં કે નોંધાઈ રહ્યા છે. ત્યારે ત્રીજી લહેરમાં ફરી ક્રિકેટ ઉપર પણ તેની અસર પડી રહી છે. આવતા મહિને ભારતમાં વેસ્ટઈન્ડિઝની ટીમ સાથે વન ડે અને ટી-20 મેચ યોજાવાની છે. જેને લઈને BCCI દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ‘
વેન્યૂ ચેન્જ થવાને કારણે ત્રીજી વન ડે મેચની તારીખ પણ બદલવામાં આવી છે. જેમા પહેલા 12 ફેબ્રુઆરીના રોજ મેચ યોજાવાની હતી જે હવે 11 ફેબ્રુઆરીએ યોજાશે. નવા આયોજન મુજબ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં મેચ રમાશે જ્યારે 16, 18 અને 20 ફેબ્રુઆરીએ ટી-20 સીરીઝ કલકત્તામાં રમાશે.