આમ આદમી પાર્ટીની નાયક ફિલ્મ જેવી એન્ટ્રી:ગુજરાતમાં 2022 માં પુનરાવર્તન થશે કે પરિવર્તન ….!!!!

ગુજરાત માં 2022 માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.ત્યારે આમ આદમી પાર્ટી લડવાના મૂળમાં હોય તેવું લાગી રહયું છે.જેને લઈને હાલ ગુજરાતમાં આમ આદમીના કાર્યકર્તાઓ નાયક ફિલ્મ જેવી કામગીરી કરી રહ્યાં છે.કોરોના કાળ હોય કે પછી.વાવાઝોડું કે પછી પાણીની સમસ્યા અનેક પ્રકારની સમસ્યાઓ જનતાની ખભે ખભો મિલાવીને સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યા છે.હાલ તો લોક મુખે પણ આમ આદમી પાર્ટીના ભરપૂર વખાણ થઈ રહયા છે.આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનમાં સારું પરિણામ મેળવી ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી તો કરી દીધી છે.અને આ એન્ટ્રી થવાથી ભાજપની ઊંઘ પણ હરામ થઈ છે તેમાં કોઈ બેમત નથી. ત્યારે હવે આમ આદમી પાર્ટી હવે 2022 માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તનતોડ મહેનત કરી રહી છે.ત્યારે ગુજરાતમાં પરિવર્તન જોવા મળશે કે પુનરાવર્તન એ તો આવનાર સમય જ બતાવશે..?

*કોરોનાની બીજી લહેરમા ઓક્સિજનના અભાવે પરિવારજનોએ પોતાના સ્વ્જનો ગુમાવ્યા

કોરોનામાં જે રીતે ઓક્સિજન તેમજ બેડ જેવી સમસ્યાઓથી ગુજરાતની જનતા ખૂબ હેરાન પરેશાન થઈ ગઈ છે.અને ઓક્સિજનના કારણે ઘણા પરિવારીઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.આથી ગુજરાતની જનતામાં રોષ છે તે વાત સત્ય છે.ભાજપ સરકાર કોરોનામાં નિષ્ફળ નીવડી છે.ભાજપ સરકારની વિકાસની વાતોની પોલ કોરોનાએ ખોલી દીધી છે.ત્યારે હાલ જનતાનો મૂળ જોઈને તો એમ લાગે છે કે ગુજરાતમાં પરિવર્તન આવે તો નવાહી નહીં.ઇતિહાસ જોઈએ તો ગુજરાતમાં આજ સુધી ત્રીજો પક્ષ ટકી શકયો નથી.રાજકારણના ભીષ્મપીતાહ ગણાતા કેશુભાઈ પટેલ પણ ત્રીજો પક્ષ રચ્યો હતો.જોકે તેમાં સફળ રહયા નહીં અને બાદમા ભાજપમાં જોડાઈ ગયા હતા,શંકરસિંહ વાઘેલાએ પણ ત્રીજો પક્ષ રચ્યો હતો બાપુ એ બે વખત અલગ પક્ષ રચ્યા પણ તેમને સફળતા મળી નહીં.આ રીતે જો ઇતિહાસ જોઈએ તો ગુજરાતમાં ત્રીજા પક્ષને ફાવટ આવી નથી.2022 માં પણ ત્રણ પક્ષ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.
ગુજરાતમાં નવ યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને કરેલા કાર્યોની પ્રશંસા કરી રહ્યાં છે.હાલની સ્થિતી જોઈએ તો આમ આદમી પાર્ટીનું પલળું ભારે દેખાઈ રહયો છે .આપ પાર્ટી ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ ઉમેદવારો લડાવી રહી છે.અને ગાંધીનગરના ઘણા સેક્ટરોમાં પાણી તેમજ ઉભરાતી ગટરો જેવા કામોનું નિરાકરણ માટે પ્રયત્નો કરી પ્રશ્નો હલ કરી આપ્યા હતા.આમ આદમી પાર્ટી નાયક ફિલ્મ જેવી સ્ટાઇલમાં એન્ટ્રી મારી રહી છે.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતમાં 2022 માં પુનરાવર્તન થશે કે પરિવર્તન એ તો આવનાર સમય જ બતાવશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *