દારૂના નશામાં ડોન બનવું પડ્યું ભારે ઘણી વખત આપણે જોઈએ છીએ કે દારૂના રાજપાઠમા ઘણા લોકો ભાન ભૂલી જતા હોય છે અને પોતે ડોન હોય તેવો રુઆબ કરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગર સેક્ટર 8માં બની હતી રાત્રીના સમયે મોટાભાઈ ચિક્કાર દારૂ પીને આવી પિતા સાથે માથાકૂટ કરીને ઘરમાં તોડ ફોડ કરવા લાગ્યો હતો પિતાના સમજાવવા બાદ પણ નહીં સમજતા આખરે નાના ભાઈએ કંટાળીને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને પોલીસ મથકે પોહચાડી દીધો હતો.
દારૂના નશામાં ઘરમાં તોડ ફોડ કરવા લાગ્યો ..
સેક્ટર 8સી પ્લોટ નંબર-130માં રહેતા ઇબ્રાહિમ શેખના પરિવારમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે.જેમનો મોટો પુત્ર કાંઈ કામ ધંધો કરતો નથી.નાનો ભાઈ ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે ગઈ કાલે રાત્રે પરિવાર હજાર હતો ઘરે ત્યારે મોટો ભાઈ યુસુફ દારૂ પીને ઘરે આવ્યો અને તેન પિતા સાથે પૈસા માંગવા લાગ્યો નશામાં ઉશ્કેરાઈ જઈ જોર જોરથી બુમો પાડવા લાગ્યો અને તોડ ફોડ કરવા લાગ્યો હતો. જેથી નનાભાઈએ પોલીસ બોલાવી સેક્ટર 7 પોલીસ યુસુફને મથક લઈ આવી અને તેના વિરુદ્ધ નાના ભાઈ આમીરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો