પૃથ્વી નિરંતર સૂર્યની નજીક આવી રહી છે. શનિવાર, 2 જાન્યુઆરીએ નવા વર્ષમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી ઓછું અંતર રહેશે. આ સમય દરમિયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ઘટીને 147,093,163 કિ.મી. રહી જશે. આ પછી અંતર વધવાનું શરૂ થશે અને 6 જુલાઈએ બંને વચ્ચેનું અંતર 152,100,527 કિ.મી. રહેશે. આ વર્ષે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું મહત્તમ અંતર હશે.
આજે સૂર્ય અને પૃથ્વીનું અંતર વર્ષ 2021માં સૌથી ઓછું રહેશે. સૂર્ય પૃથ્વીની પાસે( earth closest to sun )રહેશે, પરંતુ પૃથ્વી પોતાની કક્ષા ઉપર નમેલી છે, જેના કારણે ઉત્તરી ગોળાર્ધમાં વધારે ઠંડક રહેશે. તે પછી બંને ગ્રહોની વચ્ચેનું અંતર ધીમે-ધીમે વધવા લાગશે અને 6 જુલાઈએ બંને વચ્ચેનું અંતર વધી જશે.
સંશોધનકારો માટે આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ખગોળશાસ્ત્રીય (astronomical miracle )ઘટના પૃથ્વીના તાપમાનમાં વધારો થવાની સાથે સાથે ભ્રમણકક્ષા દરમિયાન પૃથ્વીના અક્ષાંશીય વલણની અસરમાં સૂર્યથી અંતર ઘટાડશે. પ્લેનેટરી સોસાયટી ઓફ ઈન્ડિયાના (Planetary Society of India) મત પ્રમાણે, 2 જાન્યુઆરીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર લગભગ 50 લાખ કિ.મી. ઘટી જશે.
પૃથ્વી લંબગોળ માર્ગમાં સૂર્યની આસપાસ ફરે છે, જે તેને વર્ષમાં એકવાર ઘટાડે છે, શનિવારના રોજ આ ખગોળીય ઘટના સર્જાશે. 2 જાન્યુઆરીએ સાંજે 7.27 વાગ્યે પૃથ્વી સૂર્યથી નજીકના સ્થાને પહોંચશે. પૃથ્વી સૂર્યથી 0.9832571 પ્રકાશ વર્ષ (14,7093,168 કિ.મી.) દૂર હશે.
ખગોળશાસ્ત્રમાં આ પ્રક્રિયાને ‘પેરીહિલિયન’ કહેવામાં આવે છે. જ્યારે, 6 જુલાઈ, 2021 ના રોજ સવારે 3:46 વાગ્યે, સૂર્ય પૃથ્વીથી દૂર હશે. આ અંતર 1.0167292 પ્રકાશ વર્ષ (15,2100523 કિલોમીટર) હશે. આ પ્રક્રિયાને ‘એફેલીઅન’ કહેવામાં આવે છે.
ગ્રહોની વચ્ચેના અંતરમાં વધ-ઘટ કેમ થાય છે?
પૃથ્વી સૂર્યની પરિક્રમા અંડાકાર પથમાં કરે છે. આ કારણે વર્ષમાં એકવાર આ અંતર સૌથી ઓછું અને એકવાર સૌથી વધારે થાય છે. પૃથ્વીની કક્ષાના કારણે બંને ગ્રહોની વચ્ચેનું અંતર ઓછું કે વધારે થવાની કોઇ નક્કી તારીખ હોતી નથી. દર 58 વર્ષમાં આ ઘટનાની તારીખ બદલાઇ જાય છે.
1246માં પૃથ્વી 21 ડિસેમ્બરના રોજ જ્યારે વર્ષનો સૌથી નાનો દિવસ હોય છે, ત્યારે પૃથ્વી સૂર્યની એટલી પાસે પહોંચતી હતી. ભવિષ્યમાં લગભગ 4 હજાર વર્ષ પછી 6430 માં આ ઘટના દર 21 માર્ચના રોજ બનશે.