સૈફ અલી ખાન, કરાયો ચાકુથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર ઘટના
ઘરમાં ઘૂસેલા ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત સૈફ અલી ખાનને સારવાર અર્થે ખસેડાયો
બોલિવૂડ જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. ઘરમાં ઘૂસેલા ચોરે સૈફ અલી ખાન પર હુમલો કર્યો. આ તરફ હાલ અભિનેતા હાલ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. આ બધાની વચ્ચે કોણે અને શા માટે હુમલો કર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હાલ પરિવારના બાકીના સભ્યો હુમલા સમયે ક્યાં હતા તેની માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ કરિશ્મા કપૂરે 9 કલાક પહેલા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે બહેન કરીના કપૂર, રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી. ત્રણેયે સાથે ડિનર માણ્યું. આ પાર્ટીમાં કરીના હાજર રહી હતી. સૈફ પર હુમલા સમયે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી ગઈ હતી તે અંગે કોઈ પુષ્ટિ મળી નથી.
ઘટના સમયે સૂઈ રહ્યો હતો સૈફ અલી ખાન
વિગતો મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે અભિનેતા પરિવારના અન્ય સભ્યો સાથે ઘરમાં સૂતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ચોર ઘરમાં ઘૂસી ગયો અને સૈફ અલી ખાનને ચાકુ માર્યું. પરિવારજનો જાગી જતાં ચોર સ્થળ પરથી નાસી ગયો હતો. પોલીસ હવે તેને શોધી રહી છે.
શું કહ્યું ડોક્ટરે ?
લીલાવતી હોસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું કે, સૈફ પર તેમના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલામાં સૈફ ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં તેમને સવારે 3.30 વાગ્યે લીલાવતી લાવવામાં આવ્યા હતા. તેને છ જગ્યાએ ઈજાઓ થઈ હતી, જેમાંથી બેને ગંભીર ઈજા થઈ હતી. તેની કરોડરજ્જુ પાસે ઈજા થઈ હતી. તેમનું ઓપરેશન ન્યુરોસર્જન નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન લીના જૈન અને એનેસ્થેટિસ્ટ નિશા ગાંધી કરી રહ્યા છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો