અમદાવાદના ગુરુદ્વારામાં થયા CM ભૂપેન્દ્ર પટેલની સાદગીના દર્શન, જાતે જ લંગરમાં પીરસ્યો પ્રસાદ

CM
CM

CM ભૂપેન્દ્ર પટેલે આજે થલતેજ ગુરુદ્વારા પહોંચી લંગર પ્રસાદ વિતરણ કર્યુ, શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે સાહિબજાદા જોરાવરસિંહ અને ફતેહસિંહને શ્રદ્ધાંજલી આપવા ગુરુદ્વારા પહોંચ્યા CM

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગીના ફરી એકવાર દર્શન થયા છે. વાસ્તવમાં આજનો દિવસ શીખ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનો છે. શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે સાહિબજાદા જોરાવરસિંહ અનેફતેહસિંહને આજના દિવસે શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. બંનેએ નાની ઉંમરમાં જ ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે બલિદાન આપ્યું હતું. બંને સાહિબઝાજાદાને શ્રદ્ધાંજલી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થલતેજમાં આવેલા ગુરુદ્વારામાં ગયા હતા.

અહીં વીરોને શ્રદ્ધાંજલી આપી મુખ્યમંત્રીએ લંગરમાં પ્રસાદ વિતરણ કર્યુ હતું. માથા પર શીખ પાઘડી સાખે મુખ્યમંત્રીએ પ્રસાદ પીરસ્યો હતો. જેમાં મુખ્યમંત્રીની સાદગી સામે આવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે આજે થલતેજ ગુરુદ્વારા પહોંચી લંગર પ્રસાદ વિતરણ કર્યુ હતું. મહત્વનું છે કે, આજે વીર બાળ દિવસ પર CM થલતેજ ગુરુદ્વારા પહોચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સત્ય, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજીના બલિદાન દિવસ-વીર બાળ દિવસ પર તેમની દિવ્ય ચેતનાને કોટિ કોટિ વંદન. આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તેમના સાહસ, શૌર્ય અને શહાદત દેશવાસીઓ માટે સત્યના માર્ગે અડગ રહેવાનો અખૂટ પ્રેરણાસ્રોત બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *