અમદાવાદ ACP વી એન યાદવએ કહ્યું કે, ”દીકરીની પિતા ઘરેણા અને રોકડ એવુ લઈને ગયાની પોલીસમાં અરજી કરી હતી. જે મામલે તપાસ કરતા કોઈ તથ્ય જણાયું નથી”
અમદાવાદ ઈસ્કોન મંદિરનાં પૂજારી પર નિવૃત આર્મી મેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે નિવૃત આર્મી જવાને ઈસ્કોન મંદિરનાં પૂજારી સામે કરેલા આક્ષેપમાં અવનવા વળાંક સામે આવી રહ્યાં છે. નિવૃત આર્મી જવાનની દીકરીએ આરોપોથી વિપરીત જ ખુલાસા કર્યા છે. જે કેસમાં પોલીસ તપાસમાં વળી એક ખુલાસો થયો છે.
દીકરીએ દાગીના-રોકડની ચોરી ન કરી હોવાનો ઘટસ્ફોટ
પોલીસ તપાસમાં યુવતીએ કોઈ ચોરી ન કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. 10 જુલાઈએ મેઘાણીનગરમાં યુવતીના પિતાએ અરજી કરી હતી. જેમાં યુવતીએ દાગીના અને રોકડની ચોરી કરી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. યુવતીએ કોઈ ચોરી ન કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ACP વી એન યાદવએ કહ્યું કે, ”દીકરીની પિતા ઘરેણા અને રોકડ એવુ લઈને ગયાની પોલીસમાં અરજી કરી હતી. જે મામલે તપાસ કરતા કોઈ તથ્ય જણાયું નથી. ગુમ થનાર દીકરી જે છે તેની સાથે વાત પણ કરી છે, તેમજ આ દીકરી અલ્હાબાદ હાઇકોર્ટમાં યુવતીએ પોતાના રક્ષણ પ્રોટેક્શન માટે અરજી કરી હતી, જે અરજીપણ ત્યાં વિચારાધીન પણ છે”
દીકરીના માતા-પિતા પર આરોપ
દીકરીએ તેનાં સગા મા-બાપ પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, ”મે મહિનાનાં અંતમાં માતા-પિતાએ માર માર્યો હતો. માતા-પિતાના મારથી બચવા મિત્રનાં ઘરે જઈને રહેતી હોવાનો દાવો કર્યો હતો. જે બાદ યુવતીનાં માતા પિતા તેને મિત્રનાં ઘરેથી બળજબરીથી પરત લઈ ગયા હતા. પરત આવ્યા બાદ પણ માતા-પિતાએ માર માર્યો હતો. તેમજ જબરજસ્તી બીજી જગ્યાએ લગ્ન કરાવતા હતા. તેમજ હજુ પણ માતા-પિતા ફોન પર ધમકી આપે છે. સળગાવી દેવાની, ગોળી મારી દેવાની ધમકી આપે છે”
નિવૃત આર્મી જવાનએ શું આક્ષેપ કર્યો
નિવૃત આર્મી જવાને પૂજારી પર આક્ષેપ કર્યા છે કે, ”પૂજારી દીકરીનું બ્રેઈન વોશ કરે છે. તેમજ તેને ડ્રગ્સ આપે છે. તેવી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેમજ છેલ્લા 6 મહિનાથી નિવૃત આર્મી જવાનની દીકરી ગુમ છે. તેમજ જૂન મહિનામાં દીકરી ઘરેથી સોનું અને રોકડ રકમ લઈને નિકળી ગઈ હતી”
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો