BREAKING અઝરબૈજાનથી રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ:ક્રૂ સહિત 72 લોકો સવાર હતા, રનવે પર પડતાં જ આગ લાગી; અનેક લોકો માર્યા ગયા હોવાની માહિતી

BREAKING : કઝાકિસ્તાનના અક્તાઉમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે કઝાક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, પ્લેનમાં 67 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર હતા. જેમાંથી 12 લોકોને બચાવી લેવાયા છે. જેમાં અનેક લોકો માર્યા ગયા હોવાની માહિતી મળી રહી છે.

વિમાન અઝરબૈજાનથી રશિયાના ગ્રોઝની જઈ રહ્યું હતું. એજન્સીઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો.

પ્લેન ક્રેશ થયું તે પહેલા તેણે એરપોર્ટના અનેક ચક્કર લગાવ્યા હતા અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી. આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હોવાનું કહેવાય છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન ક્રેશ થઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે. બીબીસીના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *