ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ:ગુજરાતમાં ચાર વર્ષમાં ફોરેસ્ટ કવર 159 કિલોમીટર વધ્યું
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ફોરેસ્ટ કવરમાં 159 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. હાલમાં જાહેર થયેલા ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 મુજબ રાજ્યમાં ફોરેસ્ટ કવર 15,016 ચોરસ કિલોમીટર નોંધાયું છે, જે 2019માં 14,857 ચોરસ કિલોમીટર હતું. ફોરેસ્ટ કવરમાં સૌથી વધુ 307 ચોરસ કિમીનો વધારો ઓપન ફોરેસ્ટ વિસ્તારમાં, જ્યારે ગાઢ જંગલ વિસ્તારમાં 42 ચોરસ કિમીનો વધારો થયો છે. સામે મધ્યમ ગાઢ જંગલ વિસ્તારમાં 189.80 ચોરસ કિમીનો ઘટાડો થયો છે.
રાજ્યમાં સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતાં પાંચ જિલ્લાઓમાં કચ્છ (2731.90 ચો.કિમી), જુનાગઢ (1,526.53 ચો.કિમી), ડાંગ (1265.09 ચો.કિમી), વલસાડ (91.72 ચો.કિમી) અને નર્મદા (854.18 ચો.કિમી)નો સમાવેશ થાય છે.
2021ની સરખામણીએ ફોરેસ્ટ કવર વધ્યું હોય તેવા દેશમાં પ્રથમ ત્રણ રાજ્યોમાં મિઝોરમ 242 ચો.કિમી પછી ગુજરાત 180 ચો.કિમી સાથે બીજા અને ઓરિસ્સા 152 ચો.કિમી સાથે ત્રીજા નંબરે છે.
મળતી વિગતો મુજબ કચ્છમાં 61 ચોરસકિલોમીટર ચેરિયાનાં જંગલોનો સફાયો!
પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દેહરાદૂન ખાતે દર બે વર્ષે બહાર પડાતા ‘ઇન્ડિયા ફોરેસ્ટ સ્ટેટસ રિપોર્ટ 2023’ રજૂ કર્યો. જે કચ્છના સંદર્ભમાં ચોંકાવનારો છે ! કચ્છમાં બે જ વર્ષમાં માનવામાં ન આવે એમ 61 ચો.કિમી.દરિયાઇ વિસ્તારમાં ચેરિયાના જંગલોનો સફાયો થઇ ગયો છે. દેશના કોઇપણ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં ચેરિયાના જંગલો ઘટ્યા નથી
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો