વલસાડ જિલ્લાના માછીમારો ઉતર્યા હડતાળ પર
સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દરિયામાં દાદાગીરીને કારણે વલસાડ જિલ્લાના માછીમારો આજે હડતાળ હડતાળ પર ઉતર્યા છે..જિલ્લાના માછીમારોએ આજે વિરોધ વ્યક્ત કરવા પોતાની બોટોને કિનારે લંગારી દીધી હતી. અને નારગોલ માં માછીમારોની એક વિશાળ સભા મળી હતી.જેમાં સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.