અમદાવાદની વટવા GIDCમાં ભીષણ આગ:ફેક્ટરીમાં સોલવન્ટને કારણે આગ વધુ ફેલાઈ, ફાયરની 13 ગાડીઓ ઘટનાસ્થળે; દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગો
અમદાવાદની વટવા GIDC ફેઝ 1માં આવેલી અલકેશ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં સોલવન્ટ નામનું કેમિકલ હોવાના કારણે આગ વધુ ફેલાઈ છે. આગ લાગવાને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો છે.