CRIME : પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ

CRIME
CRIME

CRIME : પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ:એક બાળક મરી જતાં દાદર નજીકના બ્રિજ નીચે દાટ્યું, ખોદકામમાં મીઠું મળ્યું, હવે પોલીસ બીજે ઠેકાણે શોધખોળમાં લાગી

CRIME : પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપૂર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે. જે બાદ હાલ SOGની તેમજ FSLની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

CRIME : આ બાળકને આરોપી શિલ્પાના ગામ કામપુર નજીક આવેલા દાદર પાસેના બનાસ નદી બ્રિજ નીચે દાટી દેવામાં આવ્યું હતું. પાવડા-કોદરીથી એકઆદ કલાક સુધી સાવધાનપૂર્વક ખોદકામ કરી બાળકની લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખોદકામ બાદ ખાડામાંથી મીઠું મળી આવ્યું છે પણ બાળકની લાશ નથી મળી. આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બન્ને ઘટના સ્થળે હાજર છે. હાલમાં આરોપી સુરેશ ઠાકોરની સાચુ લોકેશન જાણવા માટે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું પણ ચર્ચામાં છે કે, બાળકને અહીંથી કાઢીને અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હોઈ શકે.

પોલીસ નદીના પટમાં અન્ય જગ્યાએ શોધખોળમાં લાગી છે.

CRIME : લોકેશન પરથી બાળકની લાશ ન મળતાં હાલ પોલીસ સુરેશ ઠાકોરની કડક પૂછપરછ શરૂ

હાલ નકલી ડૉક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના 2 ડિસેમ્બર સુધીના તેમજ અન્ય આરોપી રૂપસિંહ ઠાકોરના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.

CRIME : શું છે બાળ તસ્કરીનો સમગ્ર મામલો?

પાટણ જિલ્લામાં રાધનપુરના કોરડા ગામના નકલી ડો. સુરેશ ઠાકોરે પાટણના નિઃસંતાન દંપતીને નવજાત બાળક રૂ.1.20 લાખમાં વેચી માર્યું હતું. જોકે તે બીમાર રહેતાં એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું. નકલી ડોક્ટરે કુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થવર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું. આ નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો ઘટસ્ફોટ થયો છે. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખૂલ્યું હતું. ગત મે મહિનામાં બાળકને રાતના અંધારામાં ત્યજી દીધું હતું. પાટણ અને બનાસકાંઠા એમ બે જિલ્લામાં આ બાળતસ્કરી રેકેટના તાર ખૂલ્યા છે. અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે. પૂછપરછમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે.

થરાની સંસ્કાર હોસ્પિટલથી બાળક અપાયું

CRIME : આ મામલે બે દિવસ પહેલાં પાટણના એસપી રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 23 નવેમ્બરે બી ડિવિઝન ખાતે નીરવ મોદીએ એક ઇલીગલ ચાઈલ્ડ એડોપ્શનની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેની પૂછપરછ દરમિયાન એવું ખૂલવા પામ્યું હતું કે તે શિલ્પા ઠાકોર કામલપુર-રાધનપુરના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફીમેલ હેલ્થવર્કર છે, જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે. તે સુરેશના સંપર્કમાં આવ્યાં. ત્યાર બાદ સુરેશનો સંપર્ક કરીને એક રૂપસિંહ ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા તેમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે. તમે આ બાળકને લઈ જાઓ, જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર રાધનપુરથી થરા હોસ્પિટલ જાય છે. ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે. નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ ફરિયાદી નીરવ મોદીનો સંપર્ક કરે છે. સંપર્ક બાદ બાળક આપવાનું નક્કી થાય છે. ફરિયાદમાં લખ્યું છે એમ 1 લાખ 20 હજારની કિંમતમાં બાળક આપવાનું હતું.

બાળક પાછું આપતાં શિલ્પા સાથે મળી નકલી ડોક્ટરે ત્યજ્યું

એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે ડીલ થયા બાદ આશરે એક મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય, એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે. બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર તેને 30 હજાર રૂપિયા પરત આપે છે. એ બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર-ડીસા હાઈવે પર મોટા ગામની સીમમાં રાત્રિના સમયમાં બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે. એ બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો અને સરપંચ સ્થાનિક ગઢ પોલીસમાં સંપર્ક કરીને IPC 317 મુજબ ગુનો દાખલ કરાય છે. 12 – 5 -2024ના રોજ ગુનો દાખલ થયો છે. ગઢ પોલીસ સ્ટેશનના એસએચઓ દ્વારા એ બાળકને બાળશિશુગૃહ પાલનપુરને સોંપી દેવામાં આવે છે. શિશુગૃહના કર્મચારીઓ અને અધિકારી દ્વારા બાળકની સારવાર કરવામાં આવે છે. આશરે આઠથી નવ મહિનાનું બાળક હાલમાં તંદુરસ્ત હાલતમાં છે.

શિલ્પા અને રૂપસિંહ રિમાન્ડ પર

પોલીસ દ્વારા શિલ્પા ઠાકોરની બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. જેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. શિલ્પા ઠાકોરના નિવેદનમાં જે રૂપસિંહ જેણે ઓપરેશન થિયેટરનો સર્ટિફાઈડ કોર્સ કરેલો છે, જે થરા સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો હોઈ તેની પણ પોલીસે ધરપકડ કરી હતી અને આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું હતું કે મેં સુરેશ ઠાકોર પાસેથી પૈસા આપીને બાળક લીધું હતું. એ એક તરફની ફરિયાદ હતી, પણ બાળક ક્યાંથી આવ્યું?, કોણ લાવ્યું? ક્યાં ત્યજી દેવામાં આવ્યું? એ તપાસ દરમિયાન ખૂલવા પામ્યું છે.

નિષ્કા હોસ્પિટલના બે કર્મી થકી નીરવનો સંપર્ક થયો

નિષ્કા હોસ્પિટલના કર્મચારી દરજી અને સોલંકીના તપાસ દરમિયાન નિવેદન લેવામાં આવ્યા હતા. તેમની પ્રાથમિક પૂછપરછ થઈ છે. નીરવ મોદીના કહેવા મુજબ તેમના મારફત જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયો હતો. અમે ટેક્નિકલ એવિડેન્સ અને બીજા આધારપુરાવા ભેગા કરીએ છીએ, એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન માતા-પિતાની પ્રાથમિક માહિતી મળી છે, અમે ખરાઈ કરવા માટે DNA સેમ્પલ અને આગળની સાંયોગિક પુરાવા લેવાની તજવીજ ચાલુ છે. બાળકને હોસ્પિટલમાંથી વેચાતું લાવ્યા હતા.

બાળકના પ્રમાણપત્ર રાધનપુરની સાંઈકૃપા હોસ્પિટલમાં બનાવાયા

ખોટા પ્રમાણપત્ર બન્યા જન્મના એ સાંઈકૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે તેવું અમને નીરવ મોદીએ પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે તેના પરથી પુરવાર થાય છે. પંરતુ અમે રાધનપુર નગરપાલિકા બીજી વિગતો માગવામાં આવેલી છે. સર્ટિફાઈડ નકલો આવવાની હજુ બાકી છે અને પછી જ અમે એ માલૂમ કરી શકીશું કે કોણ-કોણ આમાં સામેલ હતું. હોસ્પિટલના કયા કયા કર્મચારીઓ આમાં ઈન્વોલ હતા પછી એમાં કાર્યવાહી કરવામાં આવશે.

ફરિયાદ નોંધાઈ એના 15 દિવસ પહેલાં ફરિયાદ

સુરેશ ઠાકોર બોગસ ડોક્ટર હોવાની ફરિયાદ નોંધાઈ પછી જ નીરવ મોદી સામે આવ્યો છે એવા સવાલના જવાબમાં રવીન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલાં અમને અરજી આપી હતી અને પ્રાથમિક રીતે પંદર દિવસથી ગુપ્ત રીતે તપાસ ચાલતી હતી. સુરેશ ઠાકોર સામે બોગસ ડોક્ટરનો ગુનો નોંધવામાં આવ્યો, ત્યાર બાદ આ બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્યેશ શાહે પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું નથી

દિવ્યેશ શાહે મીડિયા મારફત જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં તે કહે છે કે એની પહેલાં માતા-પિતા અલગ હતાં અને પાછળથી અલગ છે, પોલીસ સમક્ષ એ ટાઈપનું સ્ટેટમેન્ટ નથી આપ્યું, પરંતુ અમે ફરીથી તેની પૂછપરછ કરીશું. તેણે જેટલા પણ ડોક્યુમેન્ટેશન બનાવ્યા છે એ સર્ટિફાઈડ નકલો મેળવીને આરોગ્ય વિભાગના અધિકારીઓને મોકલીશું. પીએમવાયજેમાં તેણે શું-શું કાર્યવાહી કરી છે એ અમે પીએમવાયજેના અધિકારીઓ પાસેથી માગીશું અને આગળની કાર્યવાહી કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *