ભાજપ BJP ના કોઈપણ મુખ્યમંત્રી હોય તેને શિવસેનાનું સમર્થન : એકનાથ શિંદે
BJP મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? શું એકનાથ શિંદે ખુરશી પર રહેશે કે ત્યાગ કરી દેશે? આ અંગે આજે (27 નવેમ્બર, 2024) એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં એકનાથ શિંદેએ સંકેત આપ્યા છે કે, મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી હશે. એકનાથ શિંદેએ કહ્યું કે, ‘હું ખુલ્લા દિલનો માણસ છું. હું નાનું વિચાર રાખવા વાળો નથી. હું જનતા માટે કામ કરવા વાળો નેતા છું. ભાજપના જે પણ મુખ્યમંત્રી હશે તેને હું સમર્થન આપીશ. મેં ક્યારેય ખુદની મુખ્યમંત્રી નથી માન્યો. મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું. મેં હંમેશા રાજ્યના ભલા માટે કામ કર્યું છે. મહારાષ્ટ્રની લાડલી બહેનોનો હું લાડલો ભાઈ છું.’
BJP ‘વડાપ્રધાન મોદી જે નિર્ણય લે તે શિવસેનાને મંજૂર’
વધુમાં શિંદેએ કહ્યું કે,BJP ‘મેં વડાપ્રધાન મોદીને ફોન કરીને કહ્યું હતું કે આપણી વચ્ચે કોઈ મતભેદ નથી. તમે જે નિર્ણય લેશો તે અમને મંજૂર હશે. આપણી વચ્ચે કોઈ અડચણ નથી. આપણે સૌ NDAનો ભાગ છીએ. મારા અંગે વિચાર ના કરીને મહારાષ્ટ્રની જનતા અને રાજ્યનો વિચાર કરો. જે પણ નિર્ણય વડાપ્રધાન મોદી લેશે તે અમને મંજૂર છે.BJP એકનાથ શિંદેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી જે પણ નિર્ણય લેશે તે શિવસેનાને મંજૂર છે. મહાયુતિ મજબુત છે અને અમે સૌ મળીને કામ કરવા માટે તૈયાર છીએ. હું કોઈનાથી નારાજ નથી.’ મેં અમિત શાહ સાથે પણ આ વાત કરી કે, મારા તરફથી કોઈ સમસ્યા નહીં આવે. તમારો નિર્ણય અંતિમ રહેશે.’BJP ‘મેં હંમેશા સામાન્ય માણસ બનીને સેવા કરી’એકનાથ શિંદેએ કહ્યું કે, મેં ક્યારેય ખુદને મુખ્યમંત્રી નથી સમજ્યો. હું હંમેશા સામાન્ય માણસ બનીને જનતાની સેવા કરતો રહ્યો છું. હંમેશા અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ મારો સાથ આપ્યો છે. મને મુખ્યમંત્રી બનાવ્યો. હું તેમને આભારી છું