Medical College Patan : પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું આકસ્મિક મોત, રેગિંગ કરાયાનો પરિવારનો આક્ષેપ

Medical College Patan :
Medical College Patan :

Medical College Patan : પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું આકસ્મિક મોત, રેગિંગ કરાયાનો પરિવારનો આક્ષેપ

Medical College Patan : પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે. જો કે, આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી છે.

Medical College Patan : મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના જેસડા ગામનો મેથાણીયા અનિલ પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થતા પરિવારજનો આક્ષેપ કર્યો છે કે, સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત બેથી ત્રણ કલાક સુધી તેનું રેગિગ કરવામાં આવ્યું છે. જો કે, કોલેજના સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

Medical College Patan : ‘આરોપી સામે કડક કાર્યવાહી કરાશે’

Medical College Patan : આ ઘટનાને લઈને મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, ‘અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા જણાવા મળ્યું કે, સીનિયર વિદ્યાર્થીઓ બેથી ત્રણ કલાક સુધી મૃતક વિદ્યાર્થીને ઈન્ટ્રોડક્શન માટે ઊભો રાખતા આ ઘટના બની હતી.’

મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે કોલેજની એન્ટી રેગિંગ કમિટીના સીનિયર ડોક્ટરો દ્વારા બંધ બારણે 11 જેટલા જુનિયર અને 16 જેટલા સીનિયર વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના અંતે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને આ રિપોર્ટમાં યુવકનું મોત રેગિંગના કારણે થયું હોવાનો પુરવાર થશે તો સીનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

#PatanMedicalCollege #MBBSStudentDeath #DharpurMedicalCollege #MedicalCollegeDean #Raging

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *