બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં જયંતી રવિએ જણાવ્યું હતું કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે કમિટી બનાવાઈ છે અને કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશે.
રાજ્યમાં નવી જંત્રીને લઇ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિનુ નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું છે કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી બાબતે કમિટી બનાવાઈ છે. કમિટી સરકારને પોતાના પ્રતિભાવ આપશે. જેના આધારે રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય કરશે.
લોકોનાં પ્રતિભાવો માટે…
તાજેતરમાં નવી જંત્રીનો મુદ્દો સરકારમાં ચર્ચાયો હતો. જેમા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ કે આ નિયમ અમલ પહેલાં લોકોનાં પ્રતિભાવો માટે મુકવામાં આવશે. મહેસુલ વિભાગ દ્વારા 36 પ્રકારની વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે. જે લીધા બાદ આ તમામ સુવિધાઓને લઇ કોઇ પરેશાની સર્જાઇ હોય, કોઇ પ્રશ્ન થયા હોય તેને લઇ આ કમિટી બનાવવામાં આવી છે.
IORA / મહેસૂલના કામમાં મુંઝાતા નહીં! આ પોર્ટલ પર વિભાગમાં પ્રતિભાવ અને ફરિયાદ આપવાની સુવિધા, અધિક સચિવે જણાવ્યું આયોજન
રાજ્યમાં ખેડૂતોને સહાય અને ખાતરના અનેક પ્રશ્નો હજી વણઉકેલાયેલા છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વધુ એક જાહેરાત કરવામાં આવી છે. રાજ્યનું મહેસુલ વિભાગ નાગરિકો અને ખેડૂતોના વિવિધ મુદ્દાઓ અને સેવાઓ અંગે પ્રતિભાવ મેળવશે.
મહેસુલ વિભાગના IORA પોર્ટલ પરથી સરાકારની વિવિધ 36 જેટલી સેવાઓ અને યોજનાઓ અંગે અભિપ્રાય મેળવાશે. જેમાં બીનખેતી, હયાતી હક્ક, વારસાઇ અરજી, ખેડૂત પ્રમાણપત્ર સહિતની સેવાઓ અંગે લોકો શું વિચારે છે, સેવા કેટલી ઝડપી છે તેમજ લોકો વિવિધ સેવાઓથી કેટલા સંતુષ્ટ છે તે અંગે સરકાર દ્વારા અભિપ્રાય લેવામાં આવશે.
200 લોકોને કોલ કરી રહ્યા છે
સરકારની આ જાહેરાત અંગે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ નિવેદન હતું. જેમાં તેઓએ કહ્યું હતુ કે અમે સામેથી દરરોજ 200 લોકોને કોલ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી ડેશબોર્ડ પદ્ધતિથી જ આ માટે કામ કરવામાં આવે છે.
મુશ્કેલીના નિરાકરણ માટે…
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યનુ મહેસુલ વિભાગ નાગરિકો-ખેડૂતોના અભિપ્રાય મેળવશે. મહેસુલ વિભાગના IORA પોર્ટલ પરથી ફીડબેક મેળવશે. જેમાં ફીડબેક સેન્ટરના માધ્યમથી નાગરિકોનો અભિપ્રાય મેળવવામાં આવશે. ઉપરાંત IORA પોર્ટલ પરથી 36 સેવાઓના પ્રતિભાવ મેળવાશે. જેમાં બીનખેતી, હયાતી હક્ક, વારસાઈ અરજી, ખેડૂત પ્રમાણ પત્રના પ્રતિભાવ, અરજી સમયે પડેલી મુશ્કેલીના નિરાકરણ માટે પ્રતિભાવ મેળવવામાં આવશે.
જયંતી રવિના જણાવ્યા મુજબ વિભાગની કામગીરીમાં પારદર્શકતા આવે તેના માટે ફીડબેક સેંટર ઉભું કરવામાં આવ્યું છે. ઉપરાંત અમે સામેથી દરરોજ 200 લોકોને કોલ કરીએ છીએ. જેમાં સીએમ ડેશબોર્ડ પદ્ધતિ થી જ કામ કરવામાં આવે છે.