Semiconductor : દેશમાં સેમિકંડક્ટર પોલિસી લાગૂ કરનાર પહેલું રાજ્ય બન્યુ ગુજરાત,

Semiconductor

Semiconductor : દેશમાં સેમિકંડક્ટર પોલિસી લાગૂ કરનાર પહેલું રાજ્ય બન્યુ ગુજરાત, કંપનીઓ 1.24 લાખ કરોડનું કરશે રોકાણ

Semiconductor : ગુજરાત સેમીકંડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારે દેશની પહેલી ‘ગુજરાત સેમીકંડક્ટર નીતિ 2022-2027’ની શરૂઆત કરી છે. આ ઐતિહાસિક નીતિના અમલીકરણની ખાતરી કરવા માટે, રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશન’ની સ્થાપના કરી છે. જે સેમિકંડક્ટર આત્મ નિર્ભરતામાં રાજ્યના નેતૃત્વને આગળ વધારવાના ઉદ્દેશ્યને સમર્પિત સંસ્થા છે.

Semiconductor : 1.24 લાખ કરોડનું રોકાણ

Semiconductor : સેમીકંડક્ટર નીતિ હેઠળ, ગુજરાત સરકારે સેમીકંડક્ટર કંપની માટે સહાયક ઇકોસિસ્ટમ ઊભી કરી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ પહેલ સાથે રાજ્યની ચાર મોટી સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવા પ્રોજેક્ટ્સમાં કુલ 1.24 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. તેનાથી 53 હજાર નવી રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે.

Semiconductor : 76 હજાર કરોડ રૂપિયાનું બજેટ

જણાવી દઈએ કે, ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2021માં ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ની શરૂઆત કરી હતી. આ માટે 76 હજાર કરોડ રૂપિયાનું પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવ્યું છે. ભારતનું સેમીકંડક્ટર બજારનું મૂલ્ય 2020માં 15 અરબ ડોલર હતું, જે 2026 સુધી 63 અરબ ડોલરે વટાવી દેશે તેવું અનુમાન છે.

#semiconductor #electronics #technology #engineering #vlsi #vlsidesign #transistor #vlsitraining #semiconductorindustry #electronicsolution #verilog #electronicsengineering #ohms #circuitdesign #mechatronics #electrical #electricalengineering #sensor #arduinolove #systemverilog #engineers #voltage #india #electronicsolvers #vlsijobs #wires #electroniccomponents #robot #electricalengineers #arduinofun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *