ગુંજે ગુજરાતી શૈક્ષણિક સાંસ્કૃતિક વિકાસ ફોરમશરદોત્સવ ૨૦૨૪ , મુંબઈ, ઘાટકોપર
ગુંજે ગુજરાતી આયોજિત શરદોત્સવ ૨૦૨૪ નો નાદ ઘાટકોપરમાં ગુંજયો. ધીરેનભાઈ કોઠારી, મંજુલાબેન છેડા, મનીષભાઈ કોઠારી, બીજલબેન જગડ, ભાવેશ ભરવાડા, દિનેશભાઈ શાહના , મનીષભાઈ સોમૈયા, નાં નૈતૃત્વમાં શરદોત્સવ ૨૦૨૪ ઉજવાયો. ગુજરાતી લોકસંગીતની પરંપરા સાથે રાસ-ગરબાઓ રચીને, સંગીતબદ્ધ કરી સુમધુર કંઠ આપ્યો ઘાટકોપર મ્યુઝિકલ ગ્રૂપના ગાયકો એ .
સુંદર ગીતનો મધુરો આસ્વાદ ,અજવાળી રાતે ,ગીત રચનાઓથી માહોલ ગુંજતું કર્યું ને જાણે ખરેખર ચાંદલિયો ઊગ્યો રે મારા ચોકમાં . શરદપૂર્ણિમાની રાતે રાસ-ગરબા અને સંગીતનો સંગમ થાય એવી પ્રત્યક્ષ અનુભૂતિ ગુંજે ગુજરાતી ના સભ્યોએ કરી.
તામ્રવર્ણો વીજ-ઝબકારો આભથી ઊતરીને ધરતી સુધી આવે જાણે કે વીજળીના ચમકારે મોતી પરોવી લેવાની આ જાદુઈ ક્ષણમાં આ પળમાં ખેલૈયા ઝૂમી ઉઠ્યા. પારુલ સુગંધી, રંજનબેન કોઠારી અને કૃતિકા ગડા એ નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી અને શ્રેષ્ઠ પોશાક ધારણ કરનાર અને શ્રેષ્ઠ ખેલૈય ને ટ્રોફીઓ આપવામાં આવી હતી.
ગુંજે ગુજરાતીના તમામ સ્પોનસરનો વાપી સંકેત અખબાર વતી ગુંજે ગુજરાતી આભાર માને છે અને આગળ જતાં અનેક કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાએ તેમ જ કર્મઠતાએ કરતા રાખવાનો અમારો પ્રયત્ન રહશે એમ ગુંજે ગુજરાતીના અધ્યક્ષ મંજુલાબેન છેડા એ જણાવ્યું. જય ગુર્જરી..જય જય ગરવી ગુજરાત.