જીગર બનીને કચ્છની યુવતી પર દુષ્કર્મ કરનાર પૂણેના જીયાદની પોલીસે ધરપકડ કરીમુંબઈ રહેતી મૂળ માંડવી તાલુકાના ગોધરા ગામની યુવતીને હિંદુ નામ ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધી ધર્મપરિવર્તન કરી લેવા દબાણ કરનાર યુવકની પોલીસે આજે ધરપકડ કરીપૂણેના રહેવાસી જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખને આવતીકાલે ભુજની કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવામાં આવશે. ત્રણ વર્ષ અગાઉ જીયાદે જીગર નામની ફેક આઈડી મારફતે યુવતી જોડે પરિચય કેળવીને શારીરિક સંબંધો બાંધેલાં.
યુવતીએ લગ્ન કરવા કહેતાં જીયાદે પોતે મુસ્લિમ હોવાનું જણાવીને યુવતીને ધર્મ પરિવર્તન કરી લેવા જણાવ્યું હતું. જો કે, યુવતીએ તે માટે ઈન્કાર કરી તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. તેમ છતાં જીયાદ સતત યુવતી સાથે મનમેળ કરવા પ્રયાસો કરતો રહેતો હતો. તેનાથી કંટાળીને યુવતી અને પરિવાર બે વર્ષથી વતનમાં રહેવા આવી ગયાં હતાં. થોડાંક માસ અગાઉ યુવતીની સમાજના યુવક સાથે સગાઈ થયેલી. જેથી જીયાદે ઉશ્કેરાઈને યુવતી સાથેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. જીયાદે આ રીતે અન્ય કેટલી યુવતીઓને ફસાવી છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.