બનાસકાંઠાના ડીસામાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે વન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી
Banaskantha Zoo : ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે. વાસ્તવમાં બનાસકાંઠાના ડીસામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવાનું છે. જેને લઈ વન વિભાગે ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવા મંજૂરી આપી છે. વિગતો મુજબ 450 વીઘા જમીનમાં 300 કરોડના ખર્ચે સફારી અને પ્રાણી સંગ્રહાલય બનશે. અહીં એ પણ નોંધનિય છે કે, ધારાસભ્ય પ્રવીણ માળીએ પ્રાણી સંગ્રહાલય બનાવવા સરકારને રજૂઆત કરી હતી.
ડીસામાં બનશે રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય
બનાસકાંઠાના ડીસામાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે વન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 450 વીઘામાં બનનાર વિશ્વ કક્ષાનું પ્રાણી સંગ્રહાલય અને સફારીને લઈ કવાયત શરૂ કરાઇ છે. નડાબેટથી અંબાજીની ટુરિઝમ સર્કિટમાં ડીસા Zoological Parkનો સમાવેશ થશે.
આ પ્રાણી સંગ્રાલય 3૦૦ કરોડના ખર્ચ બનવા જઈ રહ્યું છે. આ અગાઉ ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારને રજૂઆત કરી હતી. આ તરફ હવે PM મોદીના માર્ગદર્શનમાં અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતને નવી ભેટ મળી છે.