રાજ્યના સરકારી કર્મચારીઓ-પેન્શનર્સ માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

દિવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે

મુખ્યમંત્રીશ્રીનો કર્મચારી હિતલક્ષી નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 

આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

———-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *