‘ગૌ હત્યારાઓ ગુજરાત છોડીને ભાગી જાય તેવી સ્થિતિ નિર્માણ કરવાનો આદેશ’, હર્ષ સંઘવીની કડક ચેતવણી

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ ગુજરાત છોડીને ભાગી જાય તેવી સ્થિતિ નિર્માણ કરવા પોલીસને આદેશ આપ્યો. સાથે જ ગૌશાળાનું નિર્માણ કરવા માટે કચ્છ પોલીસની પ્રશંસા પણ કરી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ભુજમાં વિવિધ કામોનું ઈ-લોકાર્પણ કર્યું. આ પ્રસંગે કચ્છ જિલ્લા પોલીસ અને સીમા સુરક્ષા દળના ડી.આઈ. જી.અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર લોકોને સંબોધિત કરવા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓને કડક ચેતવણી પણ આપી હતી. તેમણે ગૌ હત્યારાઓ સામે આકરા પગલાં લેવા પોલીસને સ્ટેજ પરથી સૂચના આપી.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ હત્યારાઓ ગુજરાત છોડીને ભાગી જાય તેવી સ્થિતિ નિર્માણ કરવા પોલીસને આદેશ આપ્યો. તેમણે ખાટકીઓ જિલ્લો જ નહીં પણ ગુજરાત છોડીને ભાગી જાય તેવી સ્થિતિ નિર્માણ કરવા આદેશ આપ્યો. સાથે જ ગૌશાળાનું નિર્માણ કરવા માટે કચ્છ પોલીસની પ્રશંસા પણ કરી.

ગૌ હત્યારાઓને કડક સજા આપી

હર્ષ સંઘવીએ કહ્યું કે હમણાં તો ગુજરાતમાં 6થી વધારે કિસ્સાઓમાં ટૂંકા ગાળાની અંદર ગૌ હત્યારાઓને એક પછી એક સજા સંભળાવવામાં આવી અને આ સફળતા મેળવનાર પોલીસના જવાનોને હું આજે કચ્છ જિલ્લામાંથી અભિનંદન આપું છું. સાથે સાથે ક્યારેય કોઈ સામાન્ય નાગરિકોએ વિચાર્યું હશે કે પોલીસ ગૌ હત્યા થતી તો રોકે, આપણી સૌથી આસ્થાનું કેન્દ્ર ગૌમાતાને પૂજે, પરંતુ ક્યારેય કોઈએ એવી કલ્પના કરેલી કે પોલીસ દ્વારા ગૌશાળાનું નિર્માણ થાય અને ગૌમાતાની સેવા થાય, આવા દ્રશ્ય ક્યારેય ગુજરાતમાં નહીં પણ દેશની કોઈ પોલીસમાં જોવા નહીં મળ્યા હોય, એવા દ્રશ્ય આજે ઉભું કરનાર કચ્છ જિલ્લા પોલીસના વડા રેન્જ આઈજી અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પોલીસને ખાટકીઓ સામે આકરા પગલાં લેવા સૂચના આપી

વધુમાં તેમણે કહ્યું કે ગૌશાળાનું નિર્માણ જ નહીં પણ ગૌ હત્યા કરનાર આ ખાટકીઓના પગ ધ્રુજે એ પરિસ્થિતિ કચ્છ જિલ્લામાં ઉભી કરવાની છે. આ ખાટકીઓ ગુજરાત છોડીને ભાગી જાય એ પ્રકારની પરિસ્થિતિ આપણે ઉભી કરવાની છે. ગૌમાતાની હત્યા આપણા રાજ્યની અંદર ક્યારેય થાય નહીં એ પ્રકારની દબંગાઈ પોલીસની તો હોવી જ જોઈએ. આવા ખુલ્લા સ્ટેજથી કહું છું કે આવા ખાટકીઓ સામે પોલીસની લાલ આંખ એવી હોવી જોઈએ કે આપણા રાજ્યની સીમા ક્રોસ ના કરે. રેન્જ દ્વારા આ દિશામાં એવી અદભૂત કામગીરી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *