અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈ મોટા સમાચાર
અંબાજીમાં આજે ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહૂતિ થઈ છે. 32 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા. 61 હજાર લોકોએ રોપ-વેની સુવિધા મેળવી તો 5 લાખ લોકોએ ST બસમાં મુસાફરી કરી. મેળા દરમિયાન કુલ 3134 ધ્વજારોહણ થઈ. 5.19 લાખ લોકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદી આરોગી. 19.59 લાખ પ્રસાદ પેકેટનું વિતરણ થયું. 2.66 કરોડ રૂપિયા આવક થઈ છે. માતાજી માટે 504.670 ગ્રામ સોનાનું દાન થયું.