ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના સંગઠન મંત્રી તરીકે માંડવીના દિનેશભાઈ શાહની આગામી ત્રણ વર્ષ માટે વરણી કરાઈ.દિનેશભાઈ શાહની સેવાની નોંધ લઇ સતત ત્રીજી વખત રાજ્યના સંગઠન મંત્રી બનાવાયા.
ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન ના હોદ્દેદારોની આજે તા.15/09 ને રવિવારના રોજ વરણી થતાં માંડવીના રાજ્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શાહ દિનેશભાઈ મણિલાલની આગામી ત્રણ વર્ષ (2024 થી 2027) માટે રાજ્યના સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે દિનેશભાઈ શાહની સંગઠનની સેવાની નોંધ લઈ તેમને સતત ત્રીજી વખત રાજ્યના સંગઠન મંત્રી બનાવાયા છે. આ અગાઉ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ (માન્ય મંડળ) ના કચ્છ જિલ્લાના મહામંત્રી તરીકે સતત 19 વર્ષ સુધી ફરજ બજાવીને પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નોને વાચા આપેલ છે. દિનેશભાઈ શાહને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.