આજે 16 સપ્ટેમ્બરે PM મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. તેઓ સૌપ્રથમ સવારે વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલાર સિસ્ટમ નિહાળી હતી. સાથે જ લાભાર્થી સાથે વાર્તાલાપ કર્યો હતો. બાદમાં 10:30 વાગ્યે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ચંદ્રબાબુ નાયડુ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ આવી પહોંચ્યા છે. અહીં વડાપ્રધાને પ્રદર્શન નિહાળ્યું હતું અને ચરખો ચલાવ્યો હતો. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાલથી સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024નો શુભારંભ, જુઓ લાઈવ👇
#REInvest2024