Cristiano Ronaldo / 900 ગોલ કરનારો વિશ્વનો પ્રથમ પથમ ફૂટબોલર બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

Cristiano Ronaldo / ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેની કારકિર્દીનો 900મો ગોલ કર્યો છે. તે સત્તાવાર મેચોમાં 900 ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર પણ બની ગયો છે. સાઉદી ક્લબ તરફથી રમનાર રોનાલ્ડો હાલમાં આંતરરાષ્ટ્રીય મેચો રમી રહ્યો છે. ગુરુવારે તેની પોર્ટુગલ ટીમની મેચ UEFA નેશન્સ લીગમાં ક્રોએશિયા સામે હતી. આ મેચમાં પોર્ટુગલનો 2-0થી વિજય થયો હતો જ્યારે રોનાલ્ડોએ એક ગોલ કર્યો હતો.

Cristiano Ronaldo / રોનાલ્ડોએ મેચની 34મી મિનિટે ગોલ કર્યો હતો. તેણે નુનો મેન્ડિસનો પાસ ગોલ પોસ્ટની અંદર મૂક્યો હતો. મેચ પછી રોનાલ્ડોએ તેના 900મા ગોલ વિશે વાત કરી અને કહ્યું, ‘તેનો અર્થ ઘણો છે. આ એક સિદ્ધિ છે જે હું લાંબા સમયથી હાંસલ કરવા માંગતો હતો. હું જાણતો હતો કે હું આ નંબર પર પહોંચીશ કારણ કે જ્યારે હું રમવાનું ચાલુ રાખું તેમ તે કુદરતી રીતે થશે. મારી આસપાસના લોકો જાણે છે કે દરરોજ મહેનત કરવી, શારીરિક અને મનોવૈજ્ઞાનિક રીતે ફિટ રહેવા માટે, 900 ગોલ કરવા માટે કેટલું મુશ્કેલ છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના કારકિર્દીના 900 ગોલ

રીઅલ મેડ્રિડ- 450

મેન યુનાઈટેડ- 145

પોર્ટુગલ- 131

જુવેન્ટસ- 101

અલ નસર- 68

સ્પોર્ટિંગ- 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *