કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા કલેકટરશ્રીનો અનુરોધ
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. આગામી ૨૪ કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે કલેકટરશ્રી દ્વારા નીચાણવાળા તથા જોખમી નદી, નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા અનુરોધ કરાયો છે.