અમદાવાદ શહેરમાં મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હતો. 3 વાગ્યાથી વહેલી સવારે 6 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી, પરિમલ અને અખબારનગર બ્રિજને બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. શહેરમાં સૌથી વધુ નરોડા અને મણિનગર વિસ્તારમાં 6 ઇંચ જેટલો વરસાદ ત્રણ કલાકમાં પડ્યો હતો. જ્યારે થોડા સમયનો વિરામ લીધા બાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થઇ ગયો છે.