Bangladesh Crisis: ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત

Bangladesh Crisis: ભારત સરકારે હિન્દુઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત

Bangladesh crisis : બાંગ્લાદેશમાં સત્તાપલટો બાદ વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે. જોકે હજુ પણ દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ગંભીર છે. બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના લોકો પર સતત હુમલાના અહેવાલ આવી રહ્યા છે. ત્યારે ભારત સરકારે આ મુદ્દે સમિતિની રચના કરી છે. 

Bangladesh crisis : સમિતિની રચના કરાઇ 

બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતી સમુદાયના લોકો પર થઈ રહેલ હુમલાઑ અંગે આ સમિતિ સમીક્ષા કરશે. આટલું જ નહીં હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલય બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે સીધો સંવાદ કરશે. આ સમિતિ ભારત બાંગ્લાદેશ સરહદની પરિસ્થિતિ પર પણ નજર રાખશે. 

Bangladesh crisis : વન ટુ વન વાતચીત કરશે અધિકારીઓ 

ગૃહ મંત્રી અમિત શાહે આ મુદ્દે X પર પોસ્ટ કરતાં કહ્યું હતું, કે ‘બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતાં ભારત સરકારે સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સંવાદ કરશે, જેથી ત્યાંના ભારતીય નાગરિકો, હિન્દુઓ તથા અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.’ 

Bangladesh crisis : બાંગ્લાદેશમાં બની વચગાળાની સરકાર 

નોંધનીય છે કે બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં આંદોલન શરૂ થયા હતા જેણે બાદમાં વિકરાળ રૂપ ધારણ કર્યું. સતત હિંસા અને સેંકડો લોકોના મોત બાદ તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાએ સત્તા છોડીને જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. જે બાદ મોહમ્મદ યુનુસની આગેવાનીમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી છે. 

Bangladesh crisis : PM મોદીએ આપ્યો સીધો સંદેશ 

બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાએ દેશ છોડ્યો છે ત્યારે મોહમ્મદ યુનુસે હવે કમાન સંભાળી લીધી છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોહમ્મદ યુનુસ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગુરુવારે તેમણે શપથ લીધા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે તેમણે હિન્દુઓની સુરક્ષાને લઈને સરકારને આડકતરી ટકોર કરી છે. PM મોદીએ કહ્યું છે, કે ‘પ્રોફેસર મોહમ્મદ યુનુસને તેમની નવી જવાબદારી બદલ શુભકામનાઑ. આશા રાખું છું કે જલ્દી જ સ્થિતિ સામાન્ય થશે અને હિન્દુઓ તથા અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે ભારત બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા તૈયાર છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *